તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોઇ સાંભળતું નથી:લખતર તાલુકાના છારદ ગામના હનુમાનપરામાં કાદવ-કીચડનું સામ્રાજ્ય,રોગચાળાની દહેશત

લખતર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતર તાલુકાના છારદનાં હનુમાનપરા વિસ્તારમાં કાદવ-કીચડથી રહીશો પરેશાની ભોગવી રહ્યા છે. - Divya Bhaskar
લખતર તાલુકાના છારદનાં હનુમાનપરા વિસ્તારમાં કાદવ-કીચડથી રહીશો પરેશાની ભોગવી રહ્યા છે.
  • 20 દિવસથી વરસાદ નથી તેમ છતાં ચોમાસા જેવી સ્થિતિથી રોષ
  • તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ રજૂઆત સાંભળતું નથી : રહીશો

લખતર તાલુકાના છારદ ગામે હનુમાનપરા વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી કાદવ-કીચડનું સામ્રાજ્ય હોવાના કારણે લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. તો આ ગંદકીનાં કારણે રોગચાળો વધવાની શક્યતાઓ રહે છે. આ અંગે અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ સાંભળતું ન હોવાનું લોકોમાં રોષની લાગણી છવાઇ છે.

લખતરના છારદ ગામના હનુમાનપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. પંદરેક દિવસથી વરસાદ આવેલો ન હોવા છતાં લોકોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ વિસ્તારના રહેવાસીઓને રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી.

આ અંગે છારદ ગામનાં હનુમાનપરામાં રહેતા કાનાભાઈ, લાભુભાઈ સહિતના રહેવાસીઓએ જણાવ્યું કે આવી પરિસ્થિતમાં અમારે રોજે પસાર થવું પડે છે. જેના કારણે રોગચાળો વધવાનો ભય રહેલો છે. તંત્રને આ અંગે અનેક રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ કંઇપણ કાર્યવાહી કરતું નથી. તો આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ છે.

અન્ય સમાચારો પણ છે...