તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખરીદી:17 લાખ કિલોથી વધુ ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાઈ

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખતરના 233 ખેડૂતે અનાજ વેચ્યું

સરકાર દ્વારા લોકોને પોતાની જણસ બીજે દૂર વહેંચવા ન જવું પડે તે માટે ખેડૂતોને નજીક પડે તેવી તાલુકામાં આવેલી જગ્યાએ જ ખરીદી રાખવામાં આવે છે. ત્યારે લખતર તાલુકામાં તા.25-5-21 થી 30-6-21 સુધી ઘઉંની ખરીદી યોજવામાં આવી હતી. આ ખરીદી લખતર-વિરમગામ હાઇવે ઉપર લખતર નજીક આવેલ ઔદ્યોગિક એકમમાં રાખવામાં આવેલી હતી. જેમાં તા.25-5-21થી તા.30-6-21 સુધી એટલે કે લગભગ એકાદ મહિના કરતાં વધારે સમય દરમિયાન 35417 કટ્ટા ઘઉં એટલે કે લગભગ 17, 70,850 કિલો ઘઉંની ખરીદી તાલુકાનાં ખેડૂતો પાસેથી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અમુક ખેડૂતો દ્વારા ઘઉં બગડેલા હોવાનાં કારણે ન સ્વીકારાતા હોવાની તેમજ ખરીદી મંદ ગતિએ ચાલતી હોવાથી તમામનો વારો નહીં આવે તેવી ફરિયાદો ઉઠી હતી. પરંતુ તેનું સહજતાથી નિરાકરણ આવી જતા ખરીદીએ વેગ પકડ્યો હતો. અને ઓછા સમયગાળામાં મોટી પ્રમાણમાં ઘઉંની ખરીદી કરી લેતા લોકોમાં સંતોષની લાગણી છવાઇ હતી. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ લખતર તાલુકામાં કુલ 647 ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 233 ખેડૂત પોતાના ઘઉંને લઈને આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...