મિત્રતાની મિશાલ:ફ્રેન્ડશિપ-ડે મિત્રતાની અનોખી મિશાલ લખતર અને લીંબડી રાજવીની મિત્રતા

લખતર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મિત્રતાની મિશાલનાં બહુ કિસ્સા આપણે જોયા છે. ત્યારે લખતર ખાતે મિત્રતાની એક અનોખી મિસાલના કિસ્સારૂપે શહેરનાં આથમણાં દરવાજા પાસે આવેલ સરકારી હાઇસ્કૂલ આવેલી છે. જે 100 વર્ષથી મિત્રતાની અનોખી મિસાલ સમી આ હાઇસ્કૂલ ઊભી છે.જૂના લખતર રાજ્ય સમયે રાજ્યનાં રાજવી તરીકે કરણસિંહજી બાપૂરાજ હતા. તે જમાનામાં લખતરમાં હાઇસ્કૂલ શિક્ષણની તાતી જરૂર હતી. તેવા સમયે પ્રજાવત્સલ રાજવીએ હાઇસ્કૂલ બંધાવવી શરૂ કરી હતી.

ત્યારે આ હાઇસ્કૂલને 23 જુલાઈ 1923ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે સમયે લખતર સ્ટેટના રાજવી કરણસિંહજી અને લીંબડી સ્ટેટનાં રાજવી સર જશવંતસિંહજી ખાસ મિત્ર હતાં. ત્યારે લીંબડી રાજ્યનાં રાજવીની યાદ પોતાનાં રાજ્યમાં કાયમ રહે તે માટે તે સમયે લખતર રાજ્યનાં પ્રજાવત્સલ રાજવી કરણસિંહજી બાપૂરાજે આ હાઈસ્કૂલનું નામ લીંબડી સ્ટેટના રાજવી સર જશવંતસિંહજીનાં નામ પર આપ્યું. અને આજે પણ 100 વર્ષથી લખતરની સર જસવંતસિંહજી હાઇસ્કુલ મિત્રતાની અનોખી મિસાલ સમી ઊભી છે.

મિત્રના ભરોસે સત્તા : લખતરના રાજવી કરણસિંહજી જ્યારે લાંબા સમય માટે ચારધામની યાત્રાએ ગયા ત્યારે તેઓએ મિત્ર જશવંતસિંહજી પર વિશ્વાસ મૂકીને લખતર રાજ્યનો વહીવટ (સત્તા) તેઓને સોંપીને યાત્રાએ જવા રવાના થયાની વાત જ મિત્ર પરની અતૂટ મિત્રતાનો નમૂનો કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...