ભાસ્કર વિશેષ:લખતરના છારદ ગામે વર્ષોથી શરદ પૂનમે ભવાઈ થકી માતાજીની આરાધના થાય છે

લખતર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
છારદ ગામે વર્ષોથી શરદ પૂનમે ભવાઈ થકી માતાજીની આરાધના કરી તેમાંથી થતી આવકમાંથી સેવાકાર્યો કરાય છે. - Divya Bhaskar
છારદ ગામે વર્ષોથી શરદ પૂનમે ભવાઈ થકી માતાજીની આરાધના કરી તેમાંથી થતી આવકમાંથી સેવાકાર્યો કરાય છે.
  • સામાજિક, ધાર્મિક, ઐતિહાસિક વાર્તાઓ પર વેશ ભજવતું અંબાજી સેવક મંડળ

લખતર તાલુકાના છારદ ગામે છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રીમાં તેમજ શરદ પૂનમનાં દિવસે ભવાઇના વેશ ભજવીને માતાજીની આરાધના થઈ રહી છે. જેમાં દરેક પ્રકારના એટલે કે સામાજિક, ધાર્મિક કે ઐતિહાસિક વાર્તાઓ ઉપર વેશ ભજવીને છારદ ગામનું અંબાજી સેવક મંડળ વર્ષોની પરંપરા અકબંધ રાખી રહ્યું છે.નવરાત્રી દરમિયાન લોકો દ્વારા આરતી, ગરબા, પૂજા થકી માતાજીની આરાધના કરવામાં આવે છે. ત્યારે કોઈ કોઈ જગ્યાએ જૂની પરંપરા મુજબ ભવાઈ થકી પણ માતાજીની આરાધના કરવામાં આવે છે.

તેવી જ રીતે લખતર તાલુકાના છારદ ગામે નવરાત્રિમાં આઠમ, નોમ તથા દશમના દિવસે તથા શરદ પૂનમના દિવસે ભવાઇના વેશ ભજવવામાં આવે છે. છારદ ગામે છેલ્લા 60 વર્ષથી અંબાજી સેવક મંડળ દ્વારા પરંપરાને અકબંધ રાખવામાં આવી રહી છે. અંબાજી સેવક મંડળ-છારદના 54 સભ્ય જુદા જુદા વેશ ભજવીને ભવાઈ રમતા હોય છે.

તેમાં પણ ખાસ કરીને ધાર્મિક, સામાજીક તેમજ ઐતિહાસિક વાર્તાઓનાં વેશ ભજવી લોકજાગૃતિ તેમજ હાલનાં જમાનાના યુવાનો પહેલાની વાતો જાણે અને સમજે તેવા વેશો ભજવવામાં આવે છે. ત્યારે આઠમ, નોમ, દશમના દિવસે થયેલા ફાળામાંથી ગામમાં જરૂરી વસ્તુ હોય તે લવાય છે. શરદ પૂનમના દિવસે થયેલા ફાળામાંથી ગાયોને ઘાસચારો સહિતના સેવાકાર્યો કરવામાં આવે છે. આમ, આજનાં જમાનામાં પણ લોકો આ ભવાઈ વેશને જોવા સમયસર આવી જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...