હાલાકી:લખતર સ્ટેટ હાઇ-વે પર અકસ્માત નોતરતાં મસમોટા ખાડાઓ

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર  સ્ટેટ હાઇ-વે પર પડેલા મોટા ખાડાઓ પડ્ય છે. - Divya Bhaskar
લખતર સ્ટેટ હાઇ-વે પર પડેલા મોટા ખાડાઓ પડ્ય છે.
  • ફોરલેન પછી બનાવજો, પહેલાં તે હાઈ-વેની યોગ્ય મરામત કરો

લખતર શહેરનાં બસ સ્ટેન્ડ વિસ્તાર નજીકથી પસાર થતા સ્ટેટ હાઈ-વેની હાલત ચોમાસાના પહેલાં વરસાદમાં જ બદથી બદતર બની ગઈ છે. ત્યારે ફોરલેન બનાવવા કરતા પહેલા તંત્ર દ્વારા જે રોડ કાર્યરત છે તેની યોગ્ય મરામત કરાવવામાં આવે તેવી વાહનચાલકોની માંગણી છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

સરકાર દ્વારા લોકોની સુવિધા વધારવા માટે નવા રસ્તા બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવે છે. પરંતુ જે રસ્તાઓ અત્યારે કાર્યરત છે તેના ઉપર કોઈ જ ધ્યાન ન આપવામાં આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવો જ ઘાટ લખતર શહેર નજીકથી પસાર થતા હાઇ-વે પર સર્જાયો છે.

લખતરથી વિઠ્ઠલાપરા બોર્ડર સુધી 100 કરોડથી વધુના ખર્ચે ફોરલેન રોડનું કામ ચાલી રહ્યું છે. ત્યારે હાલમાં લખતરમાં સિઝનનો માંડ 5 ઇંચ વરસાદ પણ નથી પડ્યો ત્યાં શહેરનાં બસ સ્ટેન્ડ નજીકનાં સ્ટેટ હાઇ-વે પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ખાડાઓથી બચવા વાહનચાલકો રોડની સાઈડમાં વાહન ચલાવવાની કોશિસ કરવા જાય તો ડિવાઈડર ઉપર ચડી જવાના બનાવો બન્યા છે. તેથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે. ત્યારે ફોરલેન પછી બનાવજો પરંતુ પહેલાં જે હાઇ-વે બનાવેલો છે તેની યોગ્ય મરામત કરાવો તેવું વાહનચાલકો બોલતા સાંભળવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...