સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની કરપીણ હત્યાના કેસમાં કોર્ટે હત્યારાને ફાંસીની સજા ફટકારી છે. ત્યારે આટલો મોટો ચૂંકાવો આપનાર જજ એ સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વતની છે. જજ વી.કે.વ્યાસ આ ચૂકાદા વિશે પોતે કરેલી કામગીરી અને મનોમંથન અંગ ભાસ્કરને જણાવ્યુ હતુ કે બંને પક્ષે બેલેન્સ જાળવવીને ટ્રાયલ ચલાવવી તે પડકાર રૂપ હતી. છેલ્લા બે મહિનામાં એક પણ દિવસ ઘરે રોકાયો ન હતો.
ગ્રીષ્મા મર્ડર કેસ ચોકકસ પણે પડકાર રૂપ કેસ હતો,આ જાહેરમાં થયેલ એક બર્બર હત્યા હતી.જેમાં આરોપી સંપુર્ણ આધિપત્યની સ્થીતીમાં હતો. અને મરનાર યુવતી અને સામે ઉભેલા તમામ લોકો લાચાર હતા.ઇશ્વર્ય ન્યાય મુજબ એક છકરાએ કરેલ વિડિયો રેર્કોડીંગ જોઇને સમાજના પ્રત્યેક વ્યકિતને તેની સાથે જ આ ગુનો બન્યો હોય એવી લાગણી થઇ.
જેને કાયદાની ભાશામાં સોસીટલ પર્સોનીફિકેશન કહી શકાય સામા પક્ષે આરોપી પણ માત્ર 20 વર્ષ અને 3 મહિનાનો હતો.જોકે એ કદાચ કૂછંદે ચડેલ ફરજંદ હતો.આ સમયે બંને પક્ષે બેલેન્સ જાળવીને ટ્રાયલ ચલાવવી પડકાર રૂપ હતુ. મે એવુ વિચાર્યુ કે આવા ગુનાની ટ્રાયલ જિલ્લાના મુખ્ય જજ તરીકે મારે જ ચલાવવી જોઇએ અને ઝડપી જ ચલાવવી જોઇએ સમાજના ન્યાય માટેનો ચિત્કાર એ ન્યાયની અદાલતોની પ્રાથમિકતા હોવી જોઇએ. એટલે જ મે સતત ડે ટુ ડે આ ટ્રાયલ ચલાવી. છેલ્લા બે મહિનામાં એક પણ દિવસ ઘરે રોકાયો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.