રોગ વકર્યો:લખતરનાં ઘણાદ ગામમાં લમ્પી વાઈરસ દેખાતાં તંત્રમાં દોડધામ

લખતર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા, થાન, ચોટીલા તાલુકાઓ પછી રોગ વકર્યો
  • તંત્ર દ્વારા રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી

લખતર તાલુકાના વણા ગામમાં લમ્પી વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. જેને લઇને તંત્ર સતર્ક થઈ ગયું છે. અને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે વણા ગામની બાજુમાં આવેલા ઘણાદ ગામમાં પણ તા. 29 જુલાઈને શુક્રવારે લમ્પી વાયરસનો કેસ નોંધાયો હતો.

લમ્પી વાયરસ રાજ્યમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યના 15 જિલ્લામાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા અને થાન બાદ હવે સાયલા અને લખતર તાલુકામાં આ વાયરસનાં કેસો નોંધાયા છે. તા.28-7-22ના રોજ લખતર તાલુકાના વણા ગામમાં લમ્પી વાયરસનો કેસ નોંધાયો હતો. જેને લઇને તંત્ર સતર્ક થઈ ગયું હતું.

અને તંત્ર દ્વારા આ અંગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર તંત્ર દ્વારા લખતર તાલુકાના વણા ગામમાં પશુધન નિરીક્ષક ટી.ઓ.મલેકના માર્ગદર્શનમાં પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં વણા ગામમાં ગાય, વાછડા તથા વાછડી મળી અંદાજે 491 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ત્યારે તા.29-7-22ના રોજ તાલુકાનાં વણા ગામની બાજુમાં જ આવેલા ઘણાદ ગામમાં એક ગાયને શંકાસ્પદ લક્ષણ જણાતા ગામનાં અગ્રણી ભરતભાઈ પટેલે ફોન કરતાં 1962ની ટીમ ઘણાદ ગામે પહોંચી ગઈ હતી. તેઓએ ગાયને લમ્પી હોવાનું જણાવ્યું હતું. અને ગાયની સારવાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...