હવન યોજાયો:લખતરના પાતાળિયા હનુમાનજીએ ધનતેરસે પંચકુંડી હવન યોજાયો

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લખતર શહેરની મધ્યે પાતાળીયા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ હનુમાનજીએ વરસોથી ધનતેરસના દિવસે હવનનું આયોજન કરવામાં આવે છે. જેમાં દૂર દૂર વસતા હાડી (પટેલ) અને પારેજીયા(પટેલ) પરિવારનાં સભ્યો પણ આ દિવસે આવી દર્શનનો લાભ લઈ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. ત્યારે આ વરસે મારૂતિયાગનું ધામધૂમપૂર્વક આયોજન કરાયું હતું.

આસો વદ તેરસ એટલે ધનતેરસ. ત્યારે તા.23-10-22ને રવિવારને ધનતેરસ નિમિતે લખતર શહેરની મધ્યમાં આવેલ પાતાળીયા હનુમાનજીના મંદિરે દર વરસની જેમ જ પંચકૂંડી હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રીનાં સમયે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

તો સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સવારે મહાપૂજા કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. હનુમાન મંદિરે યોજાયેલ હવનમાં આચાર્યપદે શાસ્ત્રી ભવાનીશંકર ઉપાધ્યાય બિરાજેલ હતા. ધનતેરસના દિવસે વહેલી સવારથી લોકો પગપાળા પણ હનુમાનજીના દર્શને આવ્યા હતા.નોંધનીય છે કે પારેજીયા પટેલ પરિવારનાં કુળદેવતા તરીકે પૂજાતા પાતાળિયા હનુમાનજી દાદાને આ દિવસે મધ્યરાત્રિએ પ્રસાદમાં તલનો રોડ ધરાવાય છે.

પરંતુ આ પ્રસાદ મોળો લાગતાં તેમાં લખતરનાં હાડી પરિવારનાં કોઈ વ્યક્તિએ ખાંડ નાંખતાં ત્યારથી હનુમાનજી દાદાને કાયમ માટે જેટલો પણ રોડ ધરાવવાનો થાય તેમાં હાડી પરિવાર ખાંડ ભેળવી રહ્યો છે. જે આજે પણ હાડી પરિવાર દ્વારા જરૂરી ખાંડ પૂરી પાડવામાં આવતી હોવાનું હાડી પરિવારનાં કમલેશભાઈ હાડી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...