આયોજન:લખતર તાલુકાના તલસાણા ગામે આજે લોકમેળો યોજાશે

લખતર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષ કોરોનાકાળમાં લોકમેળો બંધ રહ્યો હતો

લખતર તાલુકાના છેવાડાના ગામ ગણાતા તલસાણા ગામે દર વર્ષે અષાઢ માસની અમાસના દિવસે તલસાણિયા મહાદેવની જગ્યાએ લોકમેળો યોજાય છે. તે અંતર્ગત આ વર્ષે પણ તા.28-7-22ને ગુરુવારે લોકમેળો યોજનાર હોવાનું સ્થાનિક પંચાયતની યાદીમાં જણાવાયું છે. લખતર તાલુકા મથકથી 20 કીમી દૂર આવેલા તાલુકાનાં તલસાણા ગામની સીમમાં તલસાણિયા મહાદેવની પૌરાણિક જગ્યા આવેલી છે. જ્યાં હાલમાં મહાદેવનું શિખરબંધી મંદિર આવેલું છે. આ તલસાણિયા મહાદેવની જગ્યામાં અષાઢ વદ અમાસના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.

ત્યારે લગભગ સોએક વર્ષથી આ મેળાનું આયોજન થતું હોવાનું જાણકારો કહી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી કોરોના કાળને કારણે લોકમેળો બંધ રાખવામાં આવતો હતો. પરંતુ આ વર્ષે અષાઢ વદ અમાસના દિવસે તા.28-7-22ને ગુરુવારના રોજ લોકમેળો યોજનાર હોવાનું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા જાણવા મળ્યું હતું. આ દિવસે મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં માલધારીઓ દર્શનાર્થે આવે છે. દર વર્ષે અષાઢ વદ અમાસના દિવસે તલસાણાનાં તાલુકદાર પરિવાર દ્વારા ધ્વજારોહણ કરાય છે. આ લોકમેળો ગત વર્ષે પણ મહામારીના કારણે બંધ રખાયો હતો.

અન્ય સમાચારો પણ છે...