લખતર તાલુકાનાં દેવળીયા ગામે પાણીનાં સંપ પાસેની એક જગ્યામાં વીજપોલ ઉપરથી વળી જતાં ખુલ્લા વાયરો જમીન ઉપર પડ્યા હતા. સદનસીબે આ બનાવમાં જાનહાનિ ટળી હતી. લખતર પંથકમાં તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં અમુક તંત્ર દ્વારા અરજદારોની રજૂઆતોને કાને લેવામાં આવતી નથી. ત્યારે કોઈ-કોઈ સમયે તંત્ર દ્વારા રજૂઆતો ધ્યાને ન લેવામાં આવતા અકસ્માતો બનતા હોવાનાં બનાવો પણ બનેલા છે.
ત્યારે આવી જ એક ઘટના લખતર તાલુકાના દેવળીયા ગામે બની હતી. જ્યાં એક વાડાની ઉપરથી વીજલાઈન પસાર થતી હતી. જે વીજવાયરો દૂર કરવા અરજદાર દ્વારા પીજીવીસીએલમાં લેખિત અરજી સહિત રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા રજૂઆતોને ધ્યાન ઉપર ન લેવામાં આવતા તા.18-11-22નાં રોજ એક ગંભીર ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ દેવળીયા ગામે એક વીજપોલ કોઈ કારણોસર ઉપરની બાજુએથી જર્જરિત થતાં વળી ગયો હતો. જેના કારણે જીવતા વાયરો વાડામાં પડ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્યારે તંત્ર આવી રજૂઆતો ઉપર તાત્કાલિક ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાગ ઉઠી છે. તો આ બનાવ ની જાણ પીજીવીસીએલ કચેરીને થતા કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. મરામત કરી નાંખી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.