કાર્યવાહી:લખતર-લીંબડી હાઇ-વે પર સળગી ગયેલી કારમાંથી દારૂ મળ્યો: 12,240ની મતા જપ્ત

લખતર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતર-લીંબડી રોડ પર સળગી ગયેલી બિનવારસી કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. - Divya Bhaskar
લખતર-લીંબડી રોડ પર સળગી ગયેલી બિનવારસી કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
  • વિદેશી દારૂની 10 બોટલ તથા 89 ટીન બિયરના મળ્યા હતા

લખતર-લીંબડી સ્ટેટ હાઇ-વે ઉપર તાલુકાના તલવણી-દેવળિયા ગામ વચ્ચે રોડની બાજુએ સ્વિફટ ગાડી સળગતી હતી. ત્યારે લખતર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા તે ગાડીમાંથી દારૂની બોટલો અને ટીનો મળી આવતા લખતર પોલીસે ફરિયાદ નોંધી છે.

લખતર-લીંબડી સ્ટેટ હાઇ-વે પર ગુરુવારનાં રોજ સવારના સમયે તાલુકાનાં તલવણી અને દેવળિયા ગામ વચ્ચે રોડની બાજુએ ખાઈમાં એક સ્વિફ્ટ ગાડી સળગી રહી હતી જેની આસપાસ પણ કોઈ ન હતું. ગાડી સળગે છે અને તેની અંદર દારૂ હોવાની જાણ લખતર પોલીસને થતા જ લખતર પોલીસના નરેન્દ્રસિંહ કાસેલા તથા મેરૂભાઈ ખટાણા ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા ગાડીની તપાસ હાથ ધરાતા અંદર દારૂની બોટલો અને ટીન ભરેલા હતાં. બાદમાં લખતર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી હતી.

જેમાં જણાવ્યા અનુસાર સ્વિફ્ટ ગાડીનો ચાલક ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો 10 તથા બિયર 89 મળી કુલ-99 નંગ કિં.રૂ.12,240નો મુદામાલ રાખી ગાડી રોડની સાઈડમાં વળાંકમાં ઉતારી દઈ સળગતી મૂકી નાશી જઈ ગુનો કર્યો હોવાની ફરિયાદ નોંધી છે. જેમાં સ્વિફ્ટ ગાડીનાં ચાલક સામે તેમજ તપાસમાં ખૂલે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...