VCE હડતાળ:લખતર મામલતદાર કચેરીમાં 7/12 માટે લાઈન લાગી

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લખતર તાલુકા મામલતદાર કચેરીએ અરજદારોની લાંબી લાઈન લાગી હતી. ત્યારે આ લાઈન 7/12 કઢાવવા માટેની હોવાનું જાણવા મળ્યું હતું. કચેરીમાં અન્ય કામ માટે આવતાં લોકો પણ લાઈન જોઈને 2 મિનિટ માટે છક થઈ જતાં હતાં.

હાલમાં સમગ્ર રાજ્યમાં VCE કર્મચારીઓ તેમની પડતર માગણીઓને લઇને હડતાળ ઉપર છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતમાંથી થતાં કામો જેવા કે 7/12ના ડોક્યુમેન્ટ્સ, આવકના દાખલા જેવા કામો અટકી પડ્યા છે. ત્યારે આ હડતાળના કારણે અરજદારોને તાલુકામથકે ડોક્યુમેન્ટ્સ માટે આવવું પડી રહ્યું છે. તેવી જ રીતે લખતર પંથકનાં ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો 7/12ના ડોક્યુમેન્ટ્સ માટે લખતર તાલુકા મામલતદાર કચેરીએ આવ્યા હતા. જેને કારણે મામલતદાર કચેરીમાં લાંબી લાઈન જોવા મળી હતી. ત્યારે મામલતદાર કચેરીએ આવતાં લોકો આ લાઈન જોઈને નોટબંધીનાં સમયગાળાને યાદ કરી તે યાદોને વાગોળતા સંભળાતા હતા.

અન્ય સમાચારો પણ છે...