ભાસ્કર ઈમ્પેક્ટ:લખતર બસ સ્ટેન્ડના પ્રવેશદ્વારે મોટા ખાડા બૂરવામાં આવ્યા

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાડા રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. - Divya Bhaskar
ખાડા રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
  • મામલતદારે DCને રજૂઆત કરતા તંત્રે કામગીરી કરી

લખતર બસ સ્ટેશનના પ્રવેશદ્વારે જ મસમોટા ખાડાઓ પડી ગયા હતા. તંત્ર દ્વારા તે રિપેર કરવામાં આવતા ન હતા. ત્યારે વર્તમાન પત્રમાં આ અંગેના અહેવાલ રજૂ થતાં લખતર મામલતદારે DCને આ અંગેની જાણ કરતા જ એસટી તંત્ર સફાળું જાગ્યું હતું. અને આ ખાડાઓ બુરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા મુસાફરોમાં રાહતની લાગણી ફેલાઇ ગઇ હતી.

સરકાર દ્વારા લોકોને પડતી મુશ્કેલી બને તેટલી જલ્દી દુર કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવે છે. પરંતુ તેવી સૂચનાઓની કોઈ અસર તંત્રના અધિકારીઓ ઉપર થતી ન હોવાનો ઘાટ લખતર બસ સ્ટેશનમાં સર્જાયો હતો. બસ સ્ટેશનના પ્રવેશદ્વારે ચોમાસા દરમ્યાન મોટા ખાડાઓ પડી ગયેલા હતાં.

ત્યારબાદ રાજકોટથી અધિકારી પણ લખતર બસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. પરંતુ તેઓએ આ ખાડાઓ ધ્યાને જ લીધા ન હતા. બાદમાં આ અંગેના અહેવાલ તા.9 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયા હતા. જે અહેવાલ સાથે લખતર મામલતદારે રાજકોટ DCને જાણ કરતા જ ઘોર નિંદ્રામાંથી તંત્ર જાગ્યું હતું. અને ખાડા બુરવા અંગેની કામગીરી હાથ ધરી હતી. આમ, લખતર મામલતદારે DCને આ ખાડાના અહેવાલ અંગે જણાવ્યા બાદ તંત્રએ આળસ મરડી હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...