આમ જ ભણશે ગુજરાત:લખતરના કળમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખૂલ્લામાં ભણવા મજબૂર

લખતર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરની કળમ ગામની શાળાની  નવા બિલ્ડિ઼ંગનુ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યુ છે. બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા છે. - Divya Bhaskar
લખતરની કળમ ગામની શાળાની  નવા બિલ્ડિ઼ંગનુ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યુ છે. બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા છે.
  • નવી શાળાનું કામ ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી વિદ્યાર્થી-શિક્ષકને મુશ્કેલી

લખતર તાલુકાના કળમ ગામની પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવાનું કામ ધીમી ગતિએ ચાલુ છે. જેના કારણે શાળાના 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને માટે માત્ર ત્રણ જ રૂમો છે તે પણ જૂના દવાખાનાની જગ્યામાં છે.આથી વિદ્યાર્થીઓને ખૂલ્લામાં બેસવાનો પણ વારો આવતા રોષની લાગણી ફેલાઇ છે. સરકાર દ્વારા એકબાજુ ભણશે ગુજરાતનાં મોટા મોટા બણગાઓ ફૂંકવામાં આવે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓની સુવિધા ઉપર તંત્ર પૂરતું ધ્યાન જ ન આપતું હોય તેવો ઘાટ લખતર તાલુકાના કળમ ગામે સર્જાયો છે.

આ ગામની વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રાથમિક શાળામાં ધો. 1 થી 8 ના કુલ 109 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યાં પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ નવું બની રહ્યું છે. પરંતુ આ બિલ્ડિંગનું કામ છેલ્લા એકાદ વર્ષ કરતા વધારે સમયથી ગોકળગાયની ગતિએ ચાલુ છે. જેના કારણે વિદ્યાર્થીઓ ગામનાં જૂના દવાખાનાનાં ત્રણ રૂમમાં બેસે છે. કોઈવાર વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં બેસીને પણ અભ્યાસ કરવા મજબુર થવુ પડે છે.હાલ શિયાળાની ઠંડી તેમજ હાલમાં ડબલ ઋતુ જેવા વાતાવરણમાં પણ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને પણ આની અસર થવાનો ભય ગામ લોકોમાં રહેલો છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે લખતર તાલુકાની ઈંગરોડી ગામે પણ વિદ્યાર્થીઓ ખૂલ્લામાં બેસી અભ્યાસ કરી રહ્યા છે. તેવામાં આ કળમ ગામની શાળામાં વિદ્યાર્થીઓને પણ ખૂલ્લામાં બેસી અભ્યાસ કરવો પડી રહ્યો છે.આમ લખતર તાલુકામાં બે શાળાઓમાં વિદ્યાર્થીઓને આવી રીતે ખૂલ્લામાં અભ્યાસ કરવો પડી રહ્યો હોવાથી રોષની લાગણી ફેલાઇ.

અન્ય સમાચારો પણ છે...