મુલાકાત:લખતરના ઈંગરોડી પ્રા. શાળાની ઇનચાર્જ કે. નિરીક્ષકે મુલાકાત કરી

લખતર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખતરના ઈંગરોડી ગામે આવેલી ઈંગરોડી પ્રાથમિક શાળામાં ઓરડાઓની ઘટ હોવાથી વિદ્યાર્થીઓને ખૂલ્લામાં બેસી અભ્યાસ કરવો પડતો હતો. જેના અહેવાલ પણ પ્રસિદ્ધ થયો હતો. લખતર તાલુકાના ઇન્ચાર્જ કેળવણી નિરીક્ષક ભરતભાઈ જેસડિયાએ ઈંગરોડી પ્રાથમિક શાળાની મુલાકાત કરી માહિતી મેળવી વડી કચેરીએ અહેવાલ રજૂ કર્યો હતો. ત્યાં ઓરડાઓની ઘટ છે તે અંગેનો અહેવાલ ઉપલી કચેરીને મોકલી આપેલો છે.

અન્ય સમાચારો પણ છે...