લોકમુખે ચર્ચા:લખતરના સરકારી ક્વાર્ટર લાંબા સમયથી જર્જરિત હાલતમાં

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કન્ડમ જાહેર કર્યા પછી ખાલી કરાવ્યા સિવાય કોઈ કાર્યવાહી કરાઈ નથી

લખતરખાતે આવેલા સરકારી ક્વાર્ટરો કર્મચારીઓ પાસેથી નોટિસો આપી ખાલી તો કરાવ્યા. પરંતુ લાંબો સમય થવા છતાં હજુ સુધી નથી મરામત શરૂ કરવામાં આવી કે તેને પાડી દઈને નવા ક્વાર્ટરો બનાવવામાં આવતા નથી. આથી લખતરખાતે રહેતા સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને લખતર શહેરમાં મકાન ભાડે રાખવામાં પરેશાની ભોગવવી પડે છે.

સરકાર દ્વારા લોકોના ઘરનાં ઘર માટે જુદી જુદી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. અને લોકોને વાકેફ કરવા મોટી મોટી જાહેરાતો પાછળ ખર્ચાઓ કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા પોતાની હેઠળ આવતાં તેઓનાં કર્મચારીઓ માટેનાં આવાસ માટે આળસ કરવામાં આવતી હોય તેનો ઘાટ લખતરમાં સર્જાયો છે. લખતર-લીંબડી સ્ટેટ હાઇવે ઉપર લખતર બસ સ્ટેન્ડ નજીકનાં વિસ્તારમાં સરકારી આવાસો (ક્વાટર્સ) આવેલા છે. જ્યાં થોડો સમય પહેલા અમુક કર્મચારીઓ રહેતાં હતાં.

પરંતુ આવાસો ધીમે ધીમે જર્જરિત થતાં નોટિસો આપી આ ક્વાટર્સ ખાલી કરાવવામાં આવ્યાં ને પણ લગભગ દોઢેક વર્ષ જેટલો સમય વિતી ગયો છે. તેમ છતાં આજદિન સુધી જર્જરિત થયેલા આ સરકારી ક્વાટર્સોની મરામત શરૂ કરવામાં આવી નથી કે નથી ક્વાટર્સો પાડી દઈને બનાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેના કારણે હાલમાં પણ અમુક સરકારી કર્મચારીઓ લખતરમાં ભાડે મકાન રાખી ત્યાં રહે છે. તંત્ર દ્વારા આ ક્વાટર્સો અંગે ક્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...