ઉજ્વલ્લા યોજના:લખતર ઉજ્જ્વલા 2.Oનો પ્રારંભ 51 મહિલાને ફ્રી ગેસ કનેક્શન

લખતર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા ઉજ્વલ્લા યોજના હેઠળ ઘણી મહિલાઓને સહાય પૂરી પાડવામાં આવી હતી. તે મુજબ 10 ઓગષ્ટના રોજથી ઉજ્વલ્લા 2.O શરૂ કરાતા લખતર ખાતે ફ્રી ગેસ કનેક્શન આપવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓને ગેસને લગતી કીટોનું વિતરણ કરાયું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને ગેસ કનેક્શન આપવા માટે ઉજવલ્લા યોજના બહાર પાડવામાં આવી હતી. તે મુજબ આ વર્ષે પણ સરકાર દ્વારા વધુ 1 કરોડ જરૂરિયાતમંદ મહિલાઓને ફ્રી ગેસ કનેક્શન આપવા માટે ઉજવલ્લા 2.Oનો પ્રારંભ આજે તા.10 ઓગષ્ટ 2021ને મંગળવારના રોજથી કરવામાં આવ્યો હતો. આ અન્વયે યોગીરાજ ગેસ એજન્સી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં ઉજવલ્લા 2.O યોજનાની શરૂઆત કરતા 51 મહિલા લાભાર્થીઓને ગેસની કીટ કે જેમાં સુરક્ષા સ્ટવ, રેગ્યુલેટર, સુરક્ષા પાઇપ, ગેસ સિલિન્ડર આપવામાં આવ્યું હતું.

આ અંગે યોગીરાજ ગેસ એજન્સીનાં પ્રોપરાઇટર સિદ્ધરાજસિંહ રાણાએ જેમ-જેમ કનેક્શન પાસ થતા જશે તેમ-તેમ આગળ આ કાર્યવાહી શરૂ રહેનાર હોવાનું જણાવ્યું હતું. તો ગેસ કનેક્શન ફ્રીમાં મળતાં મહિલાઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...