તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર એક્શનમાં:લખતર APMCએ 19 ખેડૂતો પાસેથી 19 ટન ચણાની ખરીદ્યા

લખતર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતોએ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર એક્શનમાં

લખતર તાલુકામાં ચણાની ખરીદી બંધ હોવાથી અને ઘઉંની ખરીદી શરૂ ન કરવામાં આવી હોવાથી ખેડૂતોએ એપીએમસીના ચેરમેનની આગેવાનીમાં મામલત દારને આવેદન પાઠવ્યુ હતુ. અને જો સોમવાર સુધીમાં ખરીદી શરૂ નહીં થાય તો ઉપવાસ આંદોલનનીચીમકી આપી હતી. આથી સોમવારે એપીએમસીમાં ચણાની ખરીદી શરૂ કરાતા 19 ટક ચણાની ટેકાના ભાવે ખરીદી કરાઇ હતી.

ખેડૂતોને પોતાનાં પાક વહેંચવા બહુ દૂરન જવું પડે તે માટે નજીકનાં માર્કેટિંગયાર્ડમાં તંત્ર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવે છે. પરંતુ લખતર તાલુકામાં ચણાની ખરીદી છેલ્લા દસેક દિવસથી અને ઘઉંની ખરીદી શરૂ કરવામાં ન આવી હોવાથી તાલુકાનાં ખેડૂતોએ લખતર એ.પી.એમ.સી. ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં લખતર મામલતદારને એક ચણા અને ઘઉંની ખરીદી શરૂ કરવા માટે તા.3-4-21ના રોજ આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં ચણાની ખરીદી શરૂ કર્યા બાદ છેલ્લા દસ દિવસથી ચણાની ખરીદી બંધ કરી દીધી હોવાથી ચણામાં ડાઘ પડી જવાની સંભાવના દર્શાવી હતી તો ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું.અને સોમવાર સુધીમાં ખરીદી શરૂ નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. જેને ધ્યાને લઇ તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું હતું અને તા.5-4-21થી ચણાની ખરીદી આરંભી દીધી હતી. અને ફરીવાર ખરીદી શરૂ થયાના એક દિવસમાં19 ખેડૂતો પાસેથી અંદાજે 19 ટન ચણાની ખરીદી સરકારના નક્કી કરેલા ટેકાનાભાવ રૂ.1050 કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો