તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ઢાંકી પમ્પિંગ સ્ટેશન નજીક કેનાલના સાયફન પાસે સફાઈનો અભાવ

લખતર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયફન નજીકનાં પુલ પાસે કચરો અને બિનજરૂરી વનસ્પતિની તસવીર. - Divya Bhaskar
સાયફન નજીકનાં પુલ પાસે કચરો અને બિનજરૂરી વનસ્પતિની તસવીર.
  • અઠવાડિયામાં આ જગ્યા નજીક કેનાલમાંથી 4 લાશ મળી છે

લખતર તાલુકામાંથી નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નહેર પસાર થાય છે. ત્યારે લખતર તાલુકાના ઢાંકી ગામ નજીક આવેલા પંપિંગ સ્ટેશન પાસે આવેલ મેઈન કેનાલના સાયફન નજીક સફાઈનો અભાવ છે. ત્યારે આ જગ્યાએ કચરો અને જે નકામી વનસ્પતિ ઊગી નીકળી છે તે દૂર કરવા માંગ ઉઠી છે. રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડવા માટે નર્મદા નહેર બનાવવામાં આવી છે. ત્યારે નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નહેરનો એક મોટો હિસ્સો લખતર તાલુકામાંથી પસાર થાય છે. લખતર તાલુકાના ઢાંકી નજીક એશિયાનું નં.1 પંપિંગ સ્ટેશન પણ આવેલું છે.

ત્યારે આ પંપિંગ સ્ટેશનથી લગભગ એકાદ કીમી દૂર કેનાલનું સાયફન આવેલું છે. આ નર્મદા કેનાલના સાયફનની તંત્ર દ્વારા યોગ્ય સફાઈ જ હાથ ન ધરાતી હોય તેવો ઘાટ છે. આ સાયફનનાં પુલ નજીક કેનાલમાં મોટી માત્રામાં કચરો જોવા મળે છે. તો બિનજરૂરી વનસ્પતિ પણ હદ વગરની ઊગી નીકળેલી છે. ત્યારે આ સાયફનમાં આગળથી લાશ તરતી આવે અને જો ફસાઈ જાય તો તે બહાર કાઢવી પણ મુશ્કેલ બને છે.

છેલ્લા એક અઠવાડિયામાં આ જગ્યા નજીક કેનાલમાંથી ચારેક લાશ મળી છે. જેથી કરીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ સાયફન નજીક સફાઈ હાથ ધરવામાં આવે તેવી આસપાસનાં લોકોની માંગણી છે. લખતર શહેરને આ કેનાલમાંથી પાઇપ લાઈન દ્વારા સીધું પાણી આપવામાં આવે છે. તેની સફાઈ યોગ્ય રીતે થાય તે જરૂરી છે તેવું લોકો બોલતા સાંભળવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...