તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:લખતર-વણા રોડ પર પાણી માટેની ગટર (કેનાલ)માં સફાઈનો અભાવ

લખતર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય સફાઈ ન થવાથી વરસાદમાં વણા ગામનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે

લખતર-વણા રોડ પર લખતર શહેરને બારેમાસ ચાલે તેટલું પાણી પૂરું પાડતી રોડ નજીકની કેનાલની સફાઈ ન થતા આ વરસ વરસાદી પાણી સાથે ઝાડી- ઝાંખરા તણાઈ તળાવમાં આવે તો નવાઈ નહીં એવો ઘાટ હાલમાં સર્જાયો છે. તો ચોમાસામાં વણા ગામનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે.

લખતર શહેરના મોતીસર તળાવ અને સિંચાઈ માટેના સરઘરા ડેમને વણા ગામ નજીકથી નીકળતી ઉમઈ નદીનું પાણી પૂરું પાડતી કેનાલમાં ઝાડી- ઝાંખરા ઊગી નીકળતા નજીક આવતા ચોમાસાના પાણી પહોંચશે કે કેમ? તે સવાલ ઉઠ્યો છે. જિલ્લાની નાની સિંચાઈના તાબામાં આવતી આ રોડ બાજુની ગટરમાં તંત્ર દ્વારા જાણે કેટલા સમયથી સફાઇ જ ન થયાનો ઘાટ સર્જાયો છે.

સરકારી તંત્ર દર વર્ષે ચોમાસું શરૂ થવાના સમય પહેલા જંગલ કટિંગ કરાવી કેનાલની સફાઈ કરાવતી હોય છે. પરંતુ અંદાજે છેલ્લા ત્રણ વર્ષથી આ કેનાલની જાણે સફાઈ જ ન કરી હોય તેવો ઘાટ થતા ગાંડા બાવળના ઝૂંડથી જોવા મળે છે. આ અંગે લખતર નાની સિંચાઈ કચેરીના મદદનીશ ઈજનેર તુષાર પરમારે જણાવ્યું આ જંગલ કટિંગનું કામ છેલ્લે લગભગ 2018માં થયું હતું. અને હાલમાં આ કામ મંજુર થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...