આયોજન:ઝાલાવાડના કલાકારોએ તાલુકા કક્ષાએ કલા મહાકુંભમાં કલા દર્શાવી: પ્રથમ આવનાર જિલ્લા કક્ષાએ ભાગ લેશે

લખતર,લીંબડી,પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખતર, લીંબડી, દસાડામાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગરમાં તાલુકાકક્ષાના કલા મહાકુંભનું આયોજન બુધવારે કરવામાં આવ્યું હતું. જેમાં લખતર, લીંબડી, દસાડામાં કાર્યક્રમ યોજાતા કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી. જેમાં નંબર મેળવનાર કલાકારોને સન્માનિત કરાયા હતા.પ્રથમ નંબર મેળવનાર સ્પર્ધકો આગામી સમયમાં જિલ્લાકક્ષાએ ભાગ લેશે.

લખતર તાલુકાકક્ષાના કલા મહાકુંભનું આયોજન બુધવારે એ.વી. ઓઝા અને વી.જે.ઓઝા સંસ્કાર વિધાલયમાં મામલતદાર જી.એ. રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી એચ.ટી. સાધુની ઉપસ્થિતિમાં કરાયું હતું. જેમાં 6 થી 14 વર્ષ, 15થી 20 વર્ષ તેમજ 21થી 59 વર્ષના કુલ 230 સ્પર્ધકોએ જુદી જુદી 10 કૃતિઓમાં ભાગ લીધો હતો. જેમાં 1થી 2 ક્રમાંક મેળવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. પ્રથમ ક્રમાંક મેળવનાર સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા કન્વિનર જયાબેન પટેલ, રણછોડભાઇ ચૌહાણ આગેવાનીમાં શાળાનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

લીંબડી સર.જે.હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરાયું હતું. જેમાં 25 સ્કૂલના 155 સ્પર્ધકોએ સમૂહગીત, લોક ગીત, ભજન, ચિત્રકલા, લોકનૃત્ય, ગરબા સહિતની 14 સ્પર્ધામાં ભાગ લીધો હતો. તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં વિજેતા સ્પર્ધકોને જિલ્લા કક્ષાએ પસંદગી કરાશે. એલકેએમના સહમંત્રી પ્રકાશભાઈ સોની, મનુભાઈ જોગરાણા, બ્રિજરાજસિંહ ઝાલા, કે.કે.વ્યાસ સહિતનાએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ 2022 અંતર્ગત તારીખ 6 સપ્ટેમ્બર 2022ના યોજાયેલી પાટડી-દસાડા તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ કલામહાકુંભમાં કોલેજના પ્રિ. ડૉ. ટેકપાલસિંહ આનંદ , પ્રો. અંકિત ગોહેલ તથા પ્રો. પંકજ શિંગાળાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં જેની ચૌધરી વકતૃત્વ સ્પર્ધામાં, પિનલ પરમાર ચિત્રકલા સ્પર્ધા અને ભૂમિકા ઠાકોર નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી કોલેજનું નામ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...