આક્રોશ:સાચે જ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે? લખતર નજીક સ્ટેટ હાઇ-વે પર પ્લાસ્ટિકનો કચરો ઠલવાતા રોષ

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર-વઢવાણ રોડની સાઈડમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના કચરો નાખવામાં આવી રહ્યો છે. - Divya Bhaskar
લખતર-વઢવાણ રોડની સાઈડમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના કચરો નાખવામાં આવી રહ્યો છે.
  • વેપારીઓ સામે કાર્યવાહી કરતું તંત્ર આમની સામે કાર્યવાહી કરે તેવી લોકમાગ

લખતર-વઢવાણ રોડ ઉપર લખતર બસ સ્ટેન્ડ વિસ્તારથી થોડે દૂર સ્ટેટ હાઇવે ની સાઈડમાં આવેલ ખાડમાં કોઈ હરામખોરો દ્વારા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ફેંકી દેતા પર્યાવરણ પ્રેમીઓમાં અને લોકોમાં ભારે રોષ ફેલાયેલો છે. અને જે લોકો દ્વારા પણ આ કાર્ય થયું હોય તેની સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

સરકાર દ્વારા 1 જુલાઈ થી અમુક પ્રકારના પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ તેવા પ્લાસ્ટિક નું વેચાણ કરતા હોય તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લખતર-વઢવાણ સ્ટેટ હાઇવે ઉપર લખતરથી થોડે દૂર નિયમ થી તદ્દન વિપરીત તસવીર સામે આવી છે.

આ તસવીર જોઈને તો લોકો પણ બોલી ઊઠે છે કે શું સાચે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે? આ હાઇવે ઉપર કોઈ હરામખોરો પ્લાસ્ટિક નો વેસ્ટેજ રોડની સાઈડમાં આવેલ ખાડ માં નાંખી ગયા છે. જેના લીધે પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકશાન થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. પર્યાવરણ વિભાગના અધિકારીઓ પણ મૂકપ્રેક્ષક બની બેઠા હોય તેવો ઘાટ સર્જાયો છે.

ત્યારે લોકમુખે એક જ પ્રશ્ન ઉદભવે છે કે નાની પોલીથીન બેગ વેચનાર કે આપનાર વેપારીઓ ઉપર તંત્ર કાર્યવાહી કરે છે. ત્યારે એકસાથે આટલો બધો પર્યાવરણને મોટા પ્રમાણમાં નુક્શાન પહોંચાડે તેવો કચરો ખુલ્લામાં નાંખનાર હરામખોરો સામે પગલાં લેવામાં કેમ તંત્રનાં અધિકારીઓ વામણા સાબિત થઈ રહ્યા છે? તો તાત્કાલિક અસરથી આ કચરો ફેંકનારા હરામખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...