વીજચોરી:21 કનેક્શનમાં ગેરરીતિ, 2 લાખની વીજચોરી પકડાઈ

લખતર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખતર તાલુકાના સાતેક ગ્રામ્ય વિસ્તારમાં PGVCLની વિજિલન્સ કોર્પોરેટ ટીમ ત્રાટકી

લખતર તાલુકામાં બુધવારે રોજ તાલુકાનાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ માટે પી.જી.વી.સી.એલ.ની વિજિલન્સ કોર્પોરેટની ટીમો ત્રાટકી હતી. જેમાં તાલુકાનાં અમુક ગ્રામ્ય વિસ્તારોમાં મળી 120 કનેક્શન ચેક કરી બે લાખ રૂપિયાની ગેરરીતિ પકડાઈ હતી. લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરી કરતાં લોકો સામે પી.જી.વી.સી.એલ. તંત્ર દ્વારા લાલ આંખ કરી જોવા મળે છે. ત્યારે બુધવારના રોજ લખતર તાલુકામાં વિજિલન્સ કોર્પોરેટની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું.

આ દરમિયાન ટીમોએ લખતર તાલુકાના સદાદ, લીલાપુર તથા કેસરીયા સહિત સાતેક ગ્રામ્ય વિસ્તારોમાં મળી કુલ 120 કનેક્શનો ચેક કર્યા હતા. જેમાંથી 21 કનેક્શનમાં વિજ ગેરરીતિ ઝડપાઈ હતી. ત્યારે આ 21 કનેક્શનમાં મળી અંદાજે બે લાખની વીજચોરી પકડાઈ હોવાની માહિતી લખતર પી.જી.વી.સી.એલ. દ્વારા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...