તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:બુથ ચકાસણી, ચેકલીસ્ટની કામગીરી પૂર્ણ કરવા સૂચના

લખતરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લખતરમાં ચૂંટણીને લઇ બેઠક યોજાઇ
 • તા.પં.ની 19 સીટના 9 ઝોનલ ઓફિસર હાજર રહ્યંા

લખતર મામલતદાર કચેરીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા ચૂંટણી માટે નિમણુંક થયેલા ઝોનલ ઓફિસરોની બેઠક યોજાઇ હતી. જેમાં તેઓએ ચૂંટણી લક્ષી કામગીરી અંગે સુચનો અને માહિતી અપાઇ હતી. જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ તંત્ર એ પણ કામગીરીનો ધમધમાટ હાથ ધર્યો છે.

ત્યારે લખતર તાલુકા મામલતદાર કચેરીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને લખતર તથા વિઠલગઢ જિલ્લા પંચાયત બેઠકનાં આર.ઓ. મીતાબેન ગઢવીના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની 16 સિટનાં 9 ઝોનલ ઓફિસરોની બેઠક યોજાઇ હતી. જેમાં બુથ ચકાસણી, અન્ય જરૂરી ચેકલિસ્ટ મુજબ તપાસણી સહિતની ચૂંટણીલક્ષી કામગીરીઓ અંગે સુચનો અપાયા હતાં. મામાલતદાર ડો.પલક ત્રિવેદીએ જણાવ્યુ કે, બુથચકાસણી, ચેકલીસ્ટ જેવી ચૂંટણીલક્ષી કામગીરી આગામી મીટીંગ સુધીમાં પુર્ણ કરી દેવી. બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી વાય.એમ. રાવલ, નાયબ મામલતદાર(ચૂંટણી) અર્ચનાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો