બેઠક:વાસ્મોની લાઈનની કામગીરી શરૂ કર્યા બાદ બંધ ન રાખવા સૂચના

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર મામલતદાર કચેરીમાં વાસ્મોની લાઈનની કામગીરીને લઇને બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
લખતર મામલતદાર કચેરીમાં વાસ્મોની લાઈનની કામગીરીને લઇને બેઠક યોજાઇ હતી.
  • લખતર મામલતદાર કચેરીમાં વાસ્મોની લાઈનની કામગીરીને લઇને બેઠક

લખતર શહેરનાં ઘરે-ઘરે નળ દ્વારા પાણી પહોંચે તે માટે વાસ્મો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ વાસ્મોનાં અધિકારીઓનું કામગીરી ઉપર વધારે ધ્યાન જ ન હોય તેવો ઘાટ લખતર ખાતે સર્જાયેલો છે. શહેરમાં ઠેકઠેકાણે અધૂરા કામોના કારણે રહેવાસીઓમાં રોષ ફેલાયેલો છે. જે તમામ મુદ્દાઓને લઇને લખતર મામલતદાર કચેરીમાં તાલુકા મામલતદાર જી.એ. રાઠોડના અધ્યક્ષસ્થાને એક બેઠક તા.24-5-22ને સાંજે 5 વાગે યોજાઇ હતી. બેઠકમાં વાસ્મોના અધિકારી, એજન્સીધારક, લખતર ગ્રામપંચાયતના પ્રતિનિધિ ગંગારામભાઈ હાજર રહ્યા હતા.

ગ્રામપંચાયત તરફથી થોડા-થોડા સમયે કામ બંધ રાખવામાં આવતું હોવાને લઇને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો નાના કામોમાં પણ જીસીબીથી કામ થાય તો શહેરનાં રસ્તાને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. અને શહેરનાં ખાળિયા વિસ્તારમાં કામ ઝડપથી શરૂ કરવા જણાવવામાં આવ્યું હતું.

જેને લઇને અધ્યક્ષસ્થાનેથી એજન્સીને ખાળિયા વિસ્તારનું કામ 31-5-22 સુધીમાં શરૂ કરી દેવા તેમજ શરૂ કર્યા બાદ વચ્ચે કામ બંધ ન રાખવા એજન્સીને કડક સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જે-જે વિસ્તારમાં બ્લોક નાખવામાં આવેલા છે. તે જગ્યાએ જીસીબીથી કામ ન કરવા જણાવવામાં આવ્યું હતું. જેથી કરીને રસ્તાને નુકસાન ન પહોંચે. તે માટે મજૂરો થકી કામ કરવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકને અંતે ઉપરોક્ત મુદ્દાઓને લઈને લેખિત સંમતિ સાથે બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...