તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની અપીલ:કોઇ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરો

લખતર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લખતરના બાબાજીપરામાં લોકદરબાર યોજાયો
 • હાઇવે પર લૂંટ અને ચોરીના બનાવો વધતાં પોલીસ સક્રિય

લખતર તાલુકાના બાબાજીપરામાં સુરેન્દ્રનગર પોલીસતંત્ર દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેનો ઝડપથી ઉકેલ લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું તેમજ હાઇવે પર થતી ચોરી સહીતના ગુનાઓ અટકાવવા કોઇ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા અપિલ કરી હતી.

લખતર તાલુકામાંથી પસાર થતાં હાઇવે પર અવારનવાર ચાલુ વાહને ચોરી અને લૂંટ સહીતના ગુનાઓ બને છે ત્યારે ગુરૂવારે બાબાજીપરામાં સુરેન્દ્રનગર ડીવાયએસપી એચ.પી.દોશીના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતા. અને તેમના પ્રશ્નોની રજૂઆત કરતા પોલીસ અધિકારીઓ દ્વારા સત્વરે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. અને પોલીસની કામગીરી અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ હાલમાં હાઇવે ઉપર ચોરી અને લૂંટનાં ગુન્હાઓને ધ્યાનમાં રાખી કોઈ વાર આરોપી નાસી ગયો હોય તો ગ્રામજનોને શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરવા અપિલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો