સમૂહ લગ્નોત્સવ:વિઠ્ઠલગઢમાં દિકરીઓને સંવિધાન બુક કરિયાવરમાં આપવામાં આવી

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે 20 મે નાં રોજ રાવત સેના ગુજરાત તથા સેનવા-રાવત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 21 યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા અને સમૂહલગ્નમાં મોટી સંખ્યામાં સમાજના લોકો આવ્યાં હતા.

રાવત સેના ગુજરાત તથા સેનવા-રાવત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. સમૂહલગ્નમાં કરિયાવરમાં અંદાજે 45 જેટલી વસ્તુઓ અપાઈ હતી. તેમાં પણ ખાસ કરીને બાબા સાહેબ આંબેડકરનો ફોટો તેમજ સંવિધાન બુક પણ કરિયાવરમાં આપવામાં આવી હતી.

આ સમૂહલગ્નમાં દસાડા-લખતરના પૂર્વ ધારાસભ્ય પુનમભાઇ મકવાણા, એન.કે.રાઠોડ, ડી.કે.ચવલીયા, કીર્તિરાજસિંહ, જગદીશભાઈ મજેઠીયા, લખતર મામલતદાર જી.એ.રાઠોડ તેમજ તાલુકા વિકાસ અધિકારી એચ.ટી.સાધુ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રાવત સેનાના પ્રમુખ પ્રભુભાઈ રાવત, ઉપપ્રમુખ કાળુભાઇ રાવતના માર્ગદર્શન હેઠળ રાવત સેના ગુજરાત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં ​​​​​​આવી હતી.

અન્ય સમાચારો પણ છે...