તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકજાગૃતિ:વડેખણ ગામમાં ધારાસભ્યની અપીલ પછી 56એ રસી લીધી

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લખતર તાલુકાના ગામમાં અત્યાર સુધીમાં માત્ર 30 લોકોનું જ વેક્સિનેશન થયું હતું

લખતર તાલુકાના વડેખણ ગામે અત્યાર સુધીમાં વેક્સિનેશન ઓછા પ્રમાણમાં થયું હતું. ત્યારે દસાડા-લખતર વિસ્તારના ધારાસભ્યની અપીલ ઉપર કોંગ્રેસ કાર્યકરો દ્વારા લોકજાગૃતિ ફેલાવીને મંગળવારે રેકોર્ડ બ્રેક વેક્સિનેશન કરાવવામાં આવ્યું હતું. લખતર તાલુકાનું છેવાડાનું અને કાંઠાનું ગણાતું વડેખણ ગામ છે. આ ગામમાં વેક્સિનેશન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં માત્ર 30 લોકોનું જ વેક્સિનેશન થયું હતું. લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ થોડો સમય પહેલા રસી લીધા બાદ વેક્સિન લેવા અપીલ કરી હતી.

ત્યારે લખતર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ વડેખણ ગામનાં વિષ્ણુભાઈ વડેખણિયા અને અન્ય કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈ વેક્સિન અંગે જાગૃતતા લાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેના પરિણામ રૂપે તા.29-6-21ને મંગળવારના રોજ વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં 55થી વધારે લોકોએ વેક્સિન લેતાં ધારાસભ્યની અપીલ તેમજ કાર્યકરોની જાગૃતિ કામ લાગી હોવાનું જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...