ગ્રામસભાનું આયોજન:લખતર પંચાયતની ગ્રામસભામાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ગાજ્યા

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું હતું. - Divya Bhaskar
લખતર ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું હતું.

લખતર ગ્રામ પંચાયતમાં 17-10-22એ ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામજનો દ્વારા તેઓને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરાઈ હતી. આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ગ્રામસભામાં લખતર શહેરમાંથી ઉપસ્થિત લોકોએ પ્રશ્નોની ઝડી વરસાવી હતી. જેમાં શહેરમાં ઉભરાતી ગટરો, પાણીની લાઇનનું નબળું કામ, ખાડાઓ, સ્વચ્છતા સહિતના પ્રશ્નોની ગ્રામસભામાં ઝડી વરસી હતી. આ ગ્રામસભામાં ગ્રામ પંચાયતના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...