કાર્યવાહી:લખતર પંથકમાં CPIની ટીમે 15 લાખથી વધુની મતા સાથે વિદેશી દારૂ પકડ્યો

લખતર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરમાંથી સીપીઆઈની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ સાથે આઈશર ઝડપી પાડયુ હતું. - Divya Bhaskar
લખતરમાંથી સીપીઆઈની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ સાથે આઈશર ઝડપી પાડયુ હતું.
  • પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ આઇશર જણાતા તપાસમાં ભાંડો ફૂટ્યો
  • 63 બોટલ દારૂ સાથે મોરબીના ટીકર ગામના આઇશરના ચાલકને ઝડપ્યો

લખતર તાલુકા પંથકમાં સુરેન્દ્રનગર CPIની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે તેઓએ એક આઇશરને તપાસ માટે ઊભું રાખતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેથી આઇશર સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ આરોપી સાથે કબ્જે કરી લખતર પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂ અને જુગારની બદીઓને ડામવા અલગ અલગ જગ્યાએ કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે લખતર પંથકમાં તા.14-11-21ને રવિવારના રોજ સુરેન્દ્રનગર CPIની ટીમના જયેશભાઈ મગનભાઈ તથા હિતેન્દ્રસિંહ બનુભા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતી.

તે સમયે રોડ ઉપરથી પસાર થતું આઇશર શંકાસ્પદ હાલતમાં જણાતાં તપાસ માટે રોક્યું હતું. ત્યારે તેમાંથી રૂ. 8900ની કિંમતની વિદેશી દારૂની બોટલો નંગ 63 તેમજ રૂ. 15,00,000ની કિંમતની આઇશર અને રૂ. 5000ની કિંમતનો એક મોબાઈલ મળી કુલ રૂ.15,13,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બનાવમાં મોરબી જિલ્લાના ટીકર ગામના હિતેશભાઈ ગગજીભાઈ ગાળીયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...