તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:માર્ગ ખુલ્લો કરવા મામલે ઢાંકીના પરિવારના મામલતદાર કચેરીમાં ધામા

લખતર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચુકાદાના 7 મહિના બાદ પણ સમસ્યા ન ઉકેલાઇ
 • 24 કલાકમાં યોગ્ય કરવાની બાંહેધરી અપાઇ : અરજદાર

લખતર તાલુકાનાં ઢાંકી ગામે ગાડા મારગ બંધ કરી દેવાતાં ખેડૂત દ્વારા મામલતદાર કોર્ટમાં કેસ કરાયો હતો. જેનો તેની તરફેણમાં ચુકાદો આવ્યાને 7 માસથી વધુ સમય થવા છતાં આ રસ્તો ખુલ્લો નહીં થતાં અરજદારે ગામ છોડી હિજરત કરી જવાની મામલતદારને લેખિત જાણ લખતર હતી. તેમ છતાં કોઈ ઉકેલ નહીં આવતાં સોમવારે અરજદાર પરિવાર સહિત ઘરવખરી સાથે મામલતદાર કચેરીએ આવી જતા દોડધામ મચી હતી અને મામલતદારે 24 કલાકમાં યોગ્ય કરવાની બાંહેધરી આપતા ઢાંકી પરત ફર્યા હતા.

લખતરનાં ઢાંકીમાં રહેતા રજનીકાંત મનજીભાઈ દ્વારા ગાડા માર્ગ ખુલ્લો કરી આપવા મામલતદાર કોર્ટમાં કરેલા દાવા અરજી નં. 2/20માં મામલતદાર દ્વારા તેમની તરફેણમાં એટલે કે તાત્કાલિક ધોરણે ખુલ્લો કરી આપવો તેવા હુકમ કર્યો હતો. પરંતુ આજે 7 માસ થવા છતાં કોઈ જ નિવેડો ન આવતાં અરજદાર દ્વારા તા.21-1-21ના રોજ તાત્કાલિક અસરથી આ પ્રશ્ન હલ નહીં થાય તો પોતે પરિવારજનો સાથે ગામ છોડી હિજરત કરી જવાની ફરજ પડશે તેવું જણાવ્યુ હતું. ત્યારે અરજદાર પરિવાર સાથે ઘરવખરી લઇ મામલતદાર કચેરીમાં રહેવા આવતા દોડધામ મચી હતી. અરજદારે જણાવ્યું કે, અમારી તરફેણમાં હુકમ આવ્યા બાદ મારગ ખૂલ્લો ન કરાયો નથી. ત્યારે મામલતદાર કચેરીથી 24 કલાકમાં યોગ્ય કરવાની બાંહેધરી મળતા અમે ઢાંકી પરત ફર્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો