રાજકારણ:રાજકારણનો ‘ર' નથી આવડતો પરંતુ કામનો ‘ક' આવડે છે: ઇસુદાન ગઢવી

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતરમાં આમ આદમિ પાર્ટીના ગુજરાત પ્રદેશ નેતાની સભા યોજાઇ હતી. - Divya Bhaskar
લખતરમાં આમ આદમિ પાર્ટીના ગુજરાત પ્રદેશ નેતાની સભા યોજાઇ હતી.
  • લખતરના શિયાણી દરવાજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતાની સભા યોજાઇ

લખતર શહેરમાં શિયાણી દરવાજા અંદર ગુરુવારના રોજ આમઆદમી પાર્ટી ગુજરાત પ્રદેશના નેતા ઇસુદાનભાઈ ગઢવીની એક જાહેરસભાનું આયોજન મોડી સાંજે કરવામાં આવ્યું હતું. આ સભામાં આમઆદમી પાર્ટીનાં પ્રદેશ ખેડૂત સેલનાં પ્રમુખ રાજુભાઈ કરપડાએ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.

હાલમાં કમોસમી અને પાછોતરા વરસાદને કારણે 122 તાલુકામાં પાક નુકશાન થયું છે અને માત્ર 32 તાલુકાઓમાં જ વળતર આપ્યું હોવાનું જણાવ્યું હતું. તો કોરોનાકાળમાં મીડિયાને જવાબ ન આપવો પડે તે માટે ખોટા પોઝિટિવ ના રિપોર્ટ કરાવીને ભાજપના નેતાઓ કવોરન્ટાઈન થઈને ઘરે બેસી રહેતા હતા. તેમજ સેવા માટે તત્પર એવા મહેશ સવાણીની હોસ્પિટલો પણ આ પાપીયાઓ એ બંધ કરી દીધી હતીનું જણાવ્યુ હતુ.તો પ્રદેશના નેતા ઇસુદાન ગઢવીએ ગુજરાતમાં દારૂબંધી અંગે સરકાર ઉપર પ્રહારો કરતા કહ્યું કે રાજ્યમાં દૂધ કરતાં તો દારૂની વધારે હોમ ડિલિવરી થાય છે.

સરપંચ બની નગરસમિતી બનાવી ગ્રામજનોની મુશ્કેલી દૂર કરવા જણાવ્યું હતું. અમને રાજકારણનો 'ર' નથી આવડતો પણ કામ નો 'ક' આવડે છે તેવું જણાવી સરકાર બનાવવા આહવાન કર્યું હતું. આ સભામાં પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે, પ્રદેશ ખેડૂત સેલના ચેરમેન રાજુભાઇ કરપડા, પ્રદેશ સહમંત્રી કમલેશ કોટેચા તથા પરસોત્તમ મકવાણા તેમજ જિલ્લા આપના પ્રમુખ હિતેશ બજરંગ, લખતર પંચાયતના સરપંચપદ ના ઉમેદવાર દમયંતિબેન વૈષ્ણવ વિગેરે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પેપરલીક મુદ્દે કાર્યવાહી કરો
સુરેન્દ્રનગર આપ યુથ વિંગના આગેાવનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં હેડક્લાર્કની પરીક્ષામાં ગેરરીતી મામલે આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારની વિવિધ ભરતીઓમાં 10થી 15 લાખ સુધી ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે. તાજેતરમાં તા.12-12-21ના રોજ હેડક્લાર્કની પરીક્ષા લેવાઇ હતી. તેમાં અગાઉની પરીક્ષાઓ માફક પેપર લીક થયું હતું. આવા કાર્યોમાં સંડોવાયેલા લોકો ને બોધપાઠ મળે તે માટે દોષીતો સામે કાર્યવાહીની માગ કરી હતી.તેમને પરીક્ષામાંથી કાયમ માટે બાકાત કરવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...