તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લખતર શહેરની મધ્યે પાતાળીયા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ હનુમાનજીએ વરસોથી ધનતેરસના દિવસે ભવ્યથી અતિભવ્ય રીતે હવનનું આયોજન કરવામાં આવે છે. જેમાં દૂર દૂર વસતા પારેજીયા(પટેલ) પરિવારનાં સભ્યો પણ આ દિવસે આવી દર્શનનો લાભ લઈ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. ત્યારે આ વરસે કોરોના મહામારીના કારણે મંદિરના ટ્રસ્ટ દ્વારા હવન સાદાઈથી કરવામાં આવ્યો હતો.
આસો વદ તેરસ એટલે ધનતેરસ. આ દિવસે લખતર શહેરની મધ્યમાં આવેલ પાતાળીયા હનુમાનજીના મંદિરે દર વરસે પંચકૂંડી હવનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ રાત્રીનાં સમયે ડાયરા નું પણ આયોજન કરવામાં આવે છે. અને સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં આશરે પાંચેક હજાર ભકતજનો મહાપ્રસાદનો લાભ લેતા હોય છે. તો દૂર -દૂર વસતા પારેજીયા(પટેલ) પરિવારનાં લોકો દર્શને આવતા હોય છે. ત્યારે આ વરસે કોરોના મહામારીના કારણે સરકારની ગાઇડ લાઇન્સને અનુસરીને હવનનું સાદાઈથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહારથી આવતાં ભકતજનોને પણ દર્શન કરી તુરંત પરત ફરવા જણાવાયું હતું. ત્યારે આજે યોજાયેલ હવનમાં આચાર્યપદે શાસ્ત્રી ભવાનીશંકર ઉપાધ્યાય બિરાજેલ હતા.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.