તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:લખતરની રેલવે કોલોનીમાં GMના હસ્તે બાગ અને વોલીબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ

લખતર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જનરેલ મેનેજરની મુલાકાત વખતે ટ્રેનોના સ્ટોપેજની રજૂઆત
  • વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન વિવિધ વિભાગોની સમીક્ષા કરી

લખતર રેલ્વે સ્ટેશનખાતે આજે પશ્ચિમ રેલ્વે ના જનરલ મેનેજર વાર્ષિક ઇન્સ્પેકશન માટે મુલાકાતે આવ્યા હતા. તેઓની સાથે અન્ય અધિકારીઓ પણ લખતર રેલ્વે સ્ટેશને આવ્યા હતા. લખતર રેલ્વે સ્ટેશનની મુલાકાત દરમ્યાન પશ્ચિમ રેલ્વેનાં જનરલ મેનેજરના હસ્તે જુદી જુદી વસ્તુઓનું લોકાર્પણ કર્યુ હતુ.જ્યારે ગામલોકોએ જનરલ મેનેજર પાસે લખતરમાં અમુક ટ્રેનને સ્ટોપ આપવા રજૂઆત કરી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર તા.2-3-21ને મંગળવારના રોજ પશ્ચિમ રેલ્વેનાં જનરલ મેનેજર આલોક કંસલ વાર્ષિક ઇન્સ્પેકશન માટે લખતર રેલ્વે સ્ટેશને પહોંચ્યા હતાં. આથી તેઓ આવ્યા પહેલા તેમની સાથે આવેલા જુદા જુદા વિભાગોના પ્રધાન અધ્યક્ષોએ તેઓને લગતા વિભાગોની સમીક્ષા કરી હતી. બાદમાં જનરલ મેનેજરે લખતર રેલ્વે સ્ટેશને મળતી સુવિધાઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ લખતર રેલ્વે કોલોનીમાં રહેતાં કર્મચારીઓ માટે રેલ્વે સ્ટેશન કમ્પાઉન્ડમાં વોલીબોલ માટેનું ગ્રાઉન્ડ અને બાગનું લોકાર્પણ કર્યું હતું. અને બગીચામાં મેનેજરના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયુ હતું.

જ્યારે રાજકોટ ડી.આર.એમ. પરમેશ્વર ફૂંકવાલની ઉપસ્થિતિમાં સેક્શન એન્જીનીયરની ઓફિસનું તથા ટુલરૂમનું પણ કર્યું હતું. જ્યારે લખતરના ગંગારામભાઇ પટેલ, ડો. એન.ટી.પટેલ સહિતના ગ્રામજનોએ તથા લખતર એ.પી.એમ.સી. ચેરમેન દ્વારા લખતરખાતે લોકોને જરૂરી એવી ઇન્ટરસિટી તેમજ અન્ય એક ટ્રેનનું સ્ટોપેજ આપવા જનરલ મેનેજરને લેખિતમાં રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...