દાદાના દર્શન:ગેથળા હનુમાનજી મંદિરે કારતકના છેલ્લા શનિવારે લોકમેળો યોજાયો

લખતર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ હનુમાનજી દાદાના દર્શન કર્યાં હતાં

લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર લખતરથી નજીક આવેલા ગેથળા હનુમાનજીની જગ્યામાં વર્ષોથી કારતક મહિનાના છેલ્લા શનિવારે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ જ તા.19-11-22ને કારતક માસનાં છેલ્લા શનિવારે આ લોકમેળો યોજવામાં આવ્યો હતો. જે દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ હનુમાનજીના દર્શન કર્યા હતાં.

લખતર-વિરમગામ હાઇવે ઉપર લખતર શહેરથી પાંચ કિ.મી. દૂર ગેથળા હનુમાનજીનું પૌરાણિક મંદિર આવેલું છે. એક લોકવાયકા મુજબ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજી ભારત ભ્રમણમાં નીકળ્યા હતા તે સમયે આ જગ્યાએ રાત્રિ વસવાટ કર્યો હતો.

સમર્થ રામદાસજી ને સવારમાં હનુમાનજીની પૂજા કરવાનો નિયમ હોવાથી તે વિસ્તાર તે સમયે ગૌસ્થળ તરીકે ઓળખાતો હતો. તેથી ત્યાં ગાયનાં છાણમાંથી સમર્થ રામદાસજીએ હનુમાનજીની પ્રતિમા બનાવી હતી. આ જગ્યા તે સમયે ગૌસ્થળ તરીકે ઓળખાતી જે જગ્યાનું નામ અપભ્રંશ થઈ હાલમાં ગેથળા હનુમાનજીની જગ્યા તરીકે ઓળખાય છે. આ હનુમાનજીની જગ્યામાં કારતક મહિનાના છેલ્લા શનિવારે અહીં લોકમેળો યોજાય છે. તે મુજબ જ તા.19-11-22ના રોજ કારતક મહિનાનાં છેલ્લા શનિવારે લોકમેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ હનુમાનજીના દર્શન કર્યા હતા. તો ઘણા ભક્તો ચાલીને દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...