લખતર શહેરનાં કાદેસર તળાવની નજીક પાણી નિકાલ માટેની ખાઈ આવેલી છે. જેમાં કચરાના થર જામી જતાં પાણી નિકાલ થઈ શકતો ન હતો. લખતર ગ્રામપંચાયત દ્વારા જેસીબીની મદદથી કચરો સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
ચોમાસુ હવે નજીકમાં છે ત્યારે દર ચોમાસામાં લખતર શહેરનાં ખાળીયા વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ જાય છે. જેને લીધે રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે. આ પાણીનો નિકાલ જે ખાઈ (ગટર) દ્વારા થાય છે ત્યાં છેલ્લાં ઘણા સમયથી સફાઈનો અભાવ હતો. જેને કારણે રહેવાસીઓને મુશ્કેલી પડતી હતી.
તેથી લખતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રંજનબેન ગંગારામભાઈ વરમોરાની સૂચનાથી ગ્રામ પંચાયતના સેનેટરી ઇન્સ્પેક્ટર સ્નેહદીપ થોરિયાએ આ ગટર સાફ કરાવવાની કામગીરી હાથ ધરી હતી. તે જગ્યાએ કચરાના મોટા થર જામી ગયા હોવાથી જેસીબીની મદદ લઈ કચરો સાફ કરવાની કામગીરીની શરૂઆત કરાઈ હતી. કચરો લખતરની ડમ્પિંગ સાઈટમાં ઠાલવવામાં આવ્યો હતો. આમ, ગ્રામ પંચાયત દ્વારા આગામી ચોમાસાની સિઝનમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે ગટર સાફ કરાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.