એકાઉન્ટ સાથે ચેડાંનો પ્રયાસ:મોબાઈલ નંબરથી KYC અપડેટ કરવા ફ્રોડ મેસેજ

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેન્કમાં જતાં ખબર પડી કે કોઈએ ખાતા નંબર મેળવી પૈસા ઉપાડવા આવો મેસેજ કર્યો

ઇ-એજ્યુકેશન વધતા અને કોમ્પ્યુટરાઈઝેશન થતા હવે તસ્કરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. લખતરમાં પણ બેન્ક એકાઉન્ટમાં KYC અપડેટ કરાવવાના બહાને ફ્રોડ મેસેજ મળતાં વ્યક્તિ બેન્કમાં જતાં ખબર પડી કે કોઈએ ખાતા નંબર મેળવી પૈસા ઉપાડી લેવાની ગણતરીથી આવો મેસેજ કર્યાનું ખૂલવા પામ્યું હતું. ઈ-કોમર્સ, ઈ-પેમેન્ટ સહિત તમામ જગ્યાએ કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યું છે. જેથી કરીને લોકોને ઝડપથી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે.

પરંતુ તે સગવડની સાથે સાથે કોમ્પ્યુટરાઈઝેશનમાં મોટા પ્રમાણમાં ફ્રોડ વધી રહ્યા છે. ત્યારે લખતરમાં પણ મોબાઈલ ઉપર ફ્રોડ મેસેજ થયા હોવાની ઘટના બની છે. જે અંગે મળતી માહિતી મુજબ એક વ્યક્તિને તેના મોબાઈલ નંબર ઉપર અન્ય મોબાઈલ નંબર ઉપરથી બેંક ખાતામાં KYC અપડેટ કરવા માટેનો મેસેજ આવ્યો હતો. અને KYC અપડેટ ન કર્યું હોવાના કારણે તમારું એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. ત્યારે આવો મેસેજ આવતાં જ બેંક ગ્રાહક એસબીઆઇ શાખામાં ગયા.

ત્યારે ખબર પડી કે કોઈએ ખાતા નંબર મેળવી પૈસા ઉપાડી લેવાની ગણતરીથી મેસેજ કર્યો હશે. ત્યારબાદ બેંક દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંક કોઈ નંબર ઉપરથી ગ્રાહકને મેસેજ નથી કરતી. કોઈ મોબાઈલ નંબર ઉપરથી આવો મેસેજ આવે તો બેન્કનો સંપર્ક કરવો.

સીધી વાત
દીપક દુબે, SBI મેનેજર, લખતર શાખા
બેંક KYC માટેનાં મેસેજ મોકલે છે ?
- બેંક ખાતા નંબર સાથે મેસેજ મોકલે છે.
આ મેસેજ કોણ મોકલતા હોય ?
- બેંકની ઉપલી કચેરી દ્વારા મેસેજ કરવામાં આવે છે. પરંતુ તે નજીકની શાખાનો સંપર્ક કરવા જણાવે છે.
મોબાઈલ નંબરવાળા મેસેજ આવે તો શું સમજવું ?
- બેંક કોઈપણ મેસેજ કરે તો મોબાઈલ નંબર ન લખે. પરંતુ નજીકની શાખાનો સંપર્ક કરવા માટે જણાવે. મોબાઈલ નંબરથી મેસેજ આવે તો કોઈએ ફ્રોડ મેસેજ કરી આપની વિગત મંગાવી ખાતા સાથે ચેડાં કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...