ફરિયાદ:મારા દીકરાને જાતિ પ્રત્યે અપમાનિત કરી મરવા માટે મજબૂર કર્યો : મૃતકના પિતા

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લખતર તાલુકાના વરસાણી ગામનાં રાજાભાઈ વાલાભાઈ મકવાણાના મોટા દીકરા અશ્વિનભાઇએ ત્રણેક વર્ષ પહેલાં દેદાદરા ગામનાં કાળુભાઇ ભલુભાઈ પનારાની દીકરી જોષના સાથે પ્રેમલગ્ન કર્યા છે. 26-8-22એ અશ્વિનભાઈ લખતર ગેસનો બાટલો લેવા ગયા હતા અને રાજાભાઈ તથા તેમનો અન્ય પુત્ર ખેતરે હતા.

આ દરમિયાન તેમના ગામનાં દશરથભાઈ રાતોજા જે વારંવાર અશ્વિનભાઇને જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપતા તે જોષનાબેનને ભગાડી ગયા હતા. તા.30-8-22નાં રોજ અશ્વિનભાઈ તરણેતર મેળામાં પત્નીની તપાસ કરવા ગયા હતા. ત્યારબાદ બપોરે તેઓ સુરેન્દ્રનગરથી બાઈક લઇને વરસાણી આવતાં હતાં. આ સમયે મેમકા ગામનાં પાટિયા પાસે 3 અજાણ્યા શખસે છરી વડે હુમલો કર્યો હોવાનો ફોન અશ્વિનભાઇએ તેમના ભાઈ રવિને કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતુ.

અશ્વિનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બાદમાં 2-9-22નાં વરસાણી ગામે અશ્વિને તેની પત્નીને 6 માસનો ગર્ભ હોવા છતાં દશરથભાઈ તેને ભગાડી ગયેલો હોઈ પત્ની પાછી મળવાની કે તંત્ર દ્વારા ન્યાય મળવાની અપેક્ષા ન હોઈ દશરથભાઈના ત્રાસથી, જાતિ પ્રત્યે અપમાનિત કરી મરવા મજબૂર કરતા અશ્વિનભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. આ અંગે દશરથભાઈ સામે મૃતકના પિતા રાજાભાઈએ લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...