ખેડૂતોમાં રોષ:લખતરના તાવી ગામે ખેતરમાંથી હેવી વીજલાઇન નાખવાનો ખેડૂતોનો વિરોધ

લખતર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતર તાલુકાના તાવી ગામે ખેતરમાંથી હેવી વીજલાઇન નાખવાના વિરોધમાં સ્થળ ઉપર એકઠા થયેલ ખેડૂતો. - Divya Bhaskar
લખતર તાલુકાના તાવી ગામે ખેતરમાંથી હેવી વીજલાઇન નાખવાના વિરોધમાં સ્થળ ઉપર એકઠા થયેલ ખેડૂતો.
  • ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની કામગીરીની તૈયારી કરાઈ

લખતર તાલુકાનાં તાવી ગામનાં ખેતરોમાં ખાનગી કંપનીની નવી હેવી વીજલાઇન પસાર થનાર હોઈ અને ખેડૂતોની સંમતિ લીધા વગર લાઈનની કામગીરી શરૂ કરવાની તૈયારી કરતાં ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો. ખેડૂતોએ એકઠા થઇ આ કામગીરી સામે વિરોધ નોંધાવતા બુધવારે કામગીરી બંધ રહી હતી.

ખેતરોમાં હેવી વીજલાઈન નાખવાનો ખેડૂતો દ્વારા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. તેમ છતાં યેનકેન પ્રકારે તે વીજલાઈનો અને તેના પોલ નાખવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે લખતર તાલુકાના તાવી ગામની સીમમાં એક ખાનગી કંપની દ્વારા લાકડિયાથી વડોદરા જતી હેવી વીજલાઇન અને પોલ નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાની ખબર ખેડૂતોને મળતાં જ ખેડૂતોએ ત્યાં જઈ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો વિરોધ કરવાની જાણ થતાં જ કામગીરી શરૂ કરવામાં આવી ન હતી.

આ અંગે તાવી ગામનાં જશુભા ટી.રાણાએ જણાવ્યું કે અમારી પાસેથી આ અંગેની કોઈ સંમતિ લીધેલી નથી. અમને જાણ પણ કરવામાં આવી નથી. પરંતુ કામગીરી શરૂ કરવાનાં છે તેવી જાણ થતા જ અમે તાવી ગામનાં ખેડૂતોએ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર જ સરવેની કામગીરી કરી નખાઈ છે.

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે નિયમાનુસાર ખેતરમાં કોઈ કામગીરી માટે ખેડૂતની સંમતિ જરૂરી હોય છે. પરંતુ આ ગામમાં આ અંગે ખેડૂતોને જાણ કર્યા વગર જ કામગીરી શરૂ કરવાનું નક્કી કરવામાં આવતા જ ખેડૂતો રોષે ભરાયા હતા. ત્યારે આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા માટે ખેડૂતોએ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...