તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લખતર-વણા રોડ પરના ખેતરમાં વહેલી સવારે પેટા કેનાલ ઓવરફલો થતા પાણી ખેતરમાં ઉભેલા પાકમાં ફરી વળ્યા હતાં. જ્યારે તાલુકાનાં ઘણાદ ગામની સીમમાં આવેલી પેટાકેનાલ પણ ઓવરફલો થતા પાક ઉપર પાણી ફરી વળ્યુ હતું. લખતર-વણા રોડ ઉપર લખતરની સીમમાં પટેલ અરવિંદભાઈ રણછોડભાઈના ખેતર નજીકથી પસાર થતી નર્મદાની ડી-3 કેનાલના સાયફનનો કૂવો આવેલો છે.
આ કૂવામાં લીલ ભરાઈ રહેતી હોવાથી પાણી કેનાલ ઓવરફલો થાય છે. આ અંગે અરવિદભાઇએ જણાવ્યુ કે રેગ્યુલર સાયફન કૂવો સાફ કરવા માટેની લેખિત રજૂઆત તા.28-1-2021ના રોજ નાયબ કાર્યપાલક ઇજનેર, મામલતદાર અને કલેકટરને કરી હોવા છતાં કાર્યવાહી ન કરાતા તા.11-2-21ને ગુરુવારે આ કેનાલ ફરી એકવાર ઓવરફલો થતા ખેતરમાં ઉભેલા એરંડાના પાકને નુકશાન થયું હતું.
જ્યારે બીજી બાજુ લખતરના ઘણાદ ગામની સીમમાં ખેતર ધરાવતા વિનોદભાઈ વાસુદેવભાઇ પટેલે જણાવ્યુ કે તા.20-1-21ના રોજ નાયબ કાર્યપાલક ઇજનેર નર્મદા પેટા વિભાગને લેખિતમાં સાયફનમાં કચરો ભરાવા તેથી કેનાલ ઉભરાવાની સમસ્યા હોવાથી જેથી સાયફન રીપેરીંગ કરો અથવા મોટું સાયફન કરવા અંગેની રજૂઆત કરી હતી. પરંતુ કોઈ જ ધ્યાન ન અપાતાં 30 વિધામાં પાણી ફરી વળ્યું હતું.
સીધી વાત
એલ.એ.પરમાર, કાર્યપાલક ઈજનેર, ધ્રાંગધ્રા શાખા
કેનાલ અવાર નવાર છલકાવાનું કારણ શું?
- પાણીમાં લિલ આવવાથી સાયફનમાં ફસાઈ જતા કેનાલ છલકાય છે.
કેનાલમાં લિલ સાફ કેટલા દિવસે કરવામાં આવે છે?
- કેનાલમાં રોજેરોજ લિલ સાફ કરવામાં આવે છે.
રોજ લિલ સાફ કરવા છતાં કેનાલ કેમ છલકાય છે?
- લિલ વહેતા પાણીમાં આવી જતા છલકાવાનું બને છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.