દરોડા:110 કનેક્શન ચેક કરતા 21માં વીજચોરી ઝડપાઈ

લખતરએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લખતર ગ્રામ્ય પંથકોમાં વિજિલન્સના દરોડા

લખતર તાલુકામાં તા.5-8-22ના રોજ લખતર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ માટે પીજીવીસીએલની વિજિલન્સ કોર્પોરેટની ટીમો ત્રાટકી હતી. જેમાંટીમો દ્વારા 110 કનેક્શન ચેક કરી રૂ. 3 લાખથી વધુની ગેરરીતિ પકડી હતી. લખતર પીજીવીસીએલ હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરી કરતાં લોકો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરી હોય તેવો ઘાટ સર્જાયો હતો.

તા.5-8-22ને શુક્રવારના રોજ પીજીવીસીએલની વિજિલન્સ કોર્પોરેટની 8 ટીમે લખતર પીજીવીસીએલ હેઠળના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ટીમોએ લખતર શહેર તેમજ તાલુકાના ઢાંકી અને ઇંગરોડી ગામમાં મળી 110 કનેક્શન ચેક કર્યા હતા. જેમાંથી 21 કનેક્શનમાં વીજ ગેરરીતિ ઝડપાઈ હતી. આ 21 કનેક્શનમાંથી રૂ.3.30 લાખની વીજચોરી પકડાઈ હોવાની માહિતી લખતર પીજીવીસીએલ કચેરીમાંથી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...