ગેરરીતિ:લખતર ગ્રામ્ય વિસ્તારમાંથી 4.50 લાખની વીજચોરી પકડાઇ

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 110 કનેક્શન ચેક કરતાં 24માં ગેરરીતિ

લખતર તાલુકામાં ગુરૂવારના રોજ લખતરનાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ માટે પીજીવીસીએલની વિજિલન્સ કોર્પોરેટની ટીમો ત્રાટકી હતી. તે અંતર્ગત ટીમો દ્વારા 110 કનેક્શનો ચેક કરી સાડા ચાર લાખ રૂપિયાની ગેરરીતિ પકડાઈ હતી.

લખતર પીજીવીસીએલ હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરી કરતાં લોકો સામે પી.જી.વી.સી.એલ તંત્ર દ્વારા લાલ આંખ કરી હોય તેવો ઘાટ સર્જાયો છે.ત્યારે તા.5-1-23ને ગુરૂવારના રોજ પીજીવીસીએલ ની વિજિલન્સ કોર્પોરેટની 6 ટીમોએ લખતર પીજીવીસીએલ હેઠળના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન ટીમોએ લખતર તાલુકાના સાકર, અણીયાળી, ભાથરીયા ગામમાં મળી 110 કનેક્શનો ચેક કર્યા હતા. જેમાંથી 24 કનેક્શનોમાં વિજ ગેરરીતિ ઝડપાઈ હતી. આ 24 કનેક્શનોમાં મળી રૂ. 4.5 લાખની વીજચોરી પકડાઈ હોવાની માહિતી લખતર પીજીવીસીએલ કચેરીમાંથી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...