તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસટીના ડ્રાઈવર કંડકટરોમાં રોષની લાગણી:એસટી બસમાંથી રાત્રે ડીઝલ ચોરાયું તો ડ્રાઈવર-કંડક્ટરને દંડ

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર-કારેલા (કારેલા નાઈટ)માં બસમાંથી ડીઝલ ચોરાયું હતું

સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોનાં બસ રૂટ સુરેન્દ્રનગર-કારેલા (કારેલા નાઈટ)માં બસમાંથી રાત્રિ દરમિયાન કોઈ હરામખોર ડીઝલની ચોરી કરી ગયું હતું. જે કેસમાં સુરેન્દ્રનગર એસટી ડેપોના સત્તાધિકારી અને ડેપો મેનેજરે તે રૂટના ડ્રાઈવર અને કંડકટરને દોષી ઠરાવતાં એસટીના ડ્રાઈવર કંડકટરોમાં રોષની લાગણી ફેલાઇ છે.

સુરેન્દ્રનગર એસટી ડેપોમાંથી ગ્રામ્ય પ્રજા માટે મૂકવામાં આવતા બસ રૂટોમાંના બસ રૂટ સુરેન્દ્રનગર-કારેલા તા.10-9-2020ની સાંજે સુરેન્દ્રનગરથી નીકળી કારેલા પહોંચ્યો હતો. જ્યાં આ બસ રાત્રિ રોકાણ કરતી હોય છે. આ દિવસે રાત્રિ રોકાણ દરમિયાન બસનાં ડ્રાઈવર -કંડકટરની જાણ બહાર કોઈ હરામખોર એસટી બસની ડીઝલ ટાંકીમાંથી ડીઝલ 150 લીટર કાઢી ગયા હતા.

જે કેસમાં સુરેન્દ્રનગર ડેપો મેનેજરે ડ્રાઈવર અને કંડકટરને દોષી ગણી તેમની વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરતા ડ્રાઈવર અને કંડકટર બેડામાં રોષની લાગણી જોવા મળે છે. તો રાત્રિ દરમિયાન ડ્રાઈવર-કંડકટરને આરામ કરવાનો હોય કે બસની ચોકી કરવાની ? તેવા સવાલો ઉઠ્યા છે. અને આ રીતે આખો દિવસ કામ કરી રાત્રે કર્મચારી જો સૂઈ પણ ન શકતો હોય તો (આરામ ન કરી શકતો હોય) તો શું કર્મચારીને દિવસ-રાત જો નોકરી જ કરવાની હોય તો કેમ કામ થાય તેવો સવાલ કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે એસટી બસમાં આવે ડીઝલ ટાંકીને કોઈ લોક હોતું નથી. તો તેમાંથી રાત્રિ દરમિયાન ડીઝલ ચોરી થાય તો વાંક કર્મચારીનો ?!! જો એસટી ડેપોની જવાબદારી ડેપો મેનેજરની ગણાતી હોય તો બસ ડેપોમાંથી ચોરાઈ જતા વાહનો, પાકીટ કે માલસામાન,ચેઇન વિગેરે બનાવોમાં કેમ ડેપો મેનેજરની જવાબદારી ગણી તેમની પાસેથી દંડ વસુલાતો નથી તેવી વાતો પણ કર્મચારીઓના મોઢે સાંભળવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...