તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:બજરંગપુરા ગામનો દિવ્યાંગ યુવાન 2 વર્ષથી રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ પેરા ગેમ્સમાં અવ્વલ

લખતર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુવાનમાં રહેલું કૌશલ્ય મિત્રએ ઓળખ્યું અને હિંમત આપી મિત્રનું જીવન બદલ્યું

લખતર તાલુકાનાં બજરંગપૂરા ગામના સામાન્ય પરિવારમાંથી આવતા અને જન્મથી જ માનસિક રીતે વિકલાંગ યુવાન છેલ્લા બે વર્ષથી રાષ્ટ્રીયકક્ષાએ નેશનલ પેરા ગેમ્સમાં અવ્વલ છે. તેમણે સેરેબ્રલ પલ્સી સ્પર્ધામાં દોડ અને લાંબી કૂદમાં મળી ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર દેશમાં લખતર તાલુકાનું અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી નામ રોશન કર્યુ છે. તેમની આ સિદ્ધિઓ પાછળ તેની ખાસ મિત્રનું અમૂલ્ય યોગદાન રહેલું છે.

લખતર તાલુકાના બજરંગપૂરા ગામમાં જગજીવનભાઇ ચૌહાણ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેમનો પુત્ર જશવંત જન્મથી જ માનસિક રીતે દિવ્યાંગ છે. જેને દોડવાનો શોખ તો હતો તેવામાં તેની મિત્ર શ્રદ્ધા કનુભાઈ ગોહિલે જશવંતમાં રહેલ કૌશલ્યને ઓળખી તેને દોડની પ્રેક્ટિસ કરવા કહ્યું અને જશવંતના રજીસ્ટ્રેશન સહિતની કામગીરી મિત્રએ પૂર્ણ કરી દીધી. અને જશવંતને તેની મિત્રએ પોતાની સાથે રાખી વર્ષ 2019-20માં છત્તીસગઢ નેશનલ પેરા ગેમ્સ સેરેબ્રલ પલ્સી સ્પર્ધામાં200મીટર.

દોડ અને 400 મીટર.રિલે દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 400 મીટર રિલે દોડમાં ગોલ્ડ મેડલ તેમજ 200મી.દોડમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તો આ વર્ષે 2020-21માં પટનામાં આયોજિત 17મી નેશનલ પેરા ગેમ્સ સેરેબ્રલ પલ્સી સ્પર્ધામાં 400 મીટરદોડ, 200 મીટરદોડ બંનેમાં રાષ્ટ્રીયકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તો આ વર્ષે લાંબી કૂદમાં ભાગ લઈ તેમાં પણ રાષ્ટ્રીયકક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો છે.તો જશવંત હાલનાં સમયમાં રોજ 5 કી.મી. દોડે છે. જેથી કરીને હવે આંતરરાષ્ટ્રિય કક્ષાએ પોતાની દાવેદારી મજબૂત કરી શકે. આમ, એક મિત્રએ બેરોજગાર રહેલા પોતાના દિવ્યાંગ મિત્રને સાચી રાહ ચીંધી સફળતાના શિખરે પહોંચાડતાં ‘યારાના’ ફિલ્મના ગીતની લાઈન “યારા તેરી યારી કો મૈને તો ખુદા માના” સાર્થક કરી જોવા મળે છે.

ખેલમહાકૂંભમાં તેમના જેવા લોકોને ભાગ લેતા જોઇ રમતમાં ભાગ લેવડાવ્યો
હું ખેલ મહાકુંભમાં ગઈ અને મે અહીં ઘણા બધા લોકોને રમતમાં ભાગ લેતા જોયા હતા. જશવંતને દોડવાનો શોખ હોવાથી મે તેમને પણ ભાગ લેવા જણાવ્યુ હતુ. તેઓ દોડમાં ભાગ લઈ કોઈપણ જાતના કોચિંગ કે ટ્રેનિંગ વગર તે અહીં સુધી પહોંચ્યા છે. હું પણ દિવ્યાંગ છું જેથી સમયાંતરે મારી પાસે આને લગતી જેટલી માહિતી આવતી તે હું જશવંતને આપતી રહેતી. અને આમ તેઓનેશનલ જીતી લાવ્યા હવે આગળ ઉપર તે આંતરરાષ્ટ્રીય સુધી નામ રોશન કરે તેવી આશા છે.> શ્રદ્ધા કનુભાઈ ગોહિલ, જશવંતની દિવ્યાંગ મિત્ર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો