તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જિલ્લા પંચાયતની કચેરી જુદી જુદી જગ્યાએ બદલાતા અરજદારો પરેશાન

લખતર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત હાલમાં જ્યાં બેસે છે તે જુના બિલ્ડિંગનું નવીનીકરણ થવા જઈ રહ્યું હોઈ હાલમાં તે જગ્યાએ બેસતાં વિવિધ વિભાગો ને જુદી જુદી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. આ વિભાગો ક્યાં બેસે છે તે અંગેની કોઈ જાહેરાત કચેરી દ્વારા કરવામાં ન આવતા જિલ્લાના ગ્રામ્ય સ્તરેથી આવતા ગ્રામ્ય લોકોને જે તે વિભાગોના કામ માટે થઈ ઠેર ઠેર ભટકવું પડે છે. આથી લખતર તાલુકાના અંતરિયાળ ગામના લોકો સહિત લખતર વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતસિંહ રાણાને મળવા આવી રજૂઆત કરી હતી. આ અંગે જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતસિંહ રાણાએ જણાવ્યું કે પંચાયતના સત્તાધીશોએ આ અંગેની જાહેરાત કરી કઈ કચેરી ક્યાં બેસે છે તે અંગે જાણકારી આપવી જોઈએ .

અન્ય સમાચારો પણ છે...