સેવાસેતુ કાર્યક્રમ:લખતરના મોઢવાણામાં સેવાસેતુ કાર્યક્રમમાં 2542 અરજીનો નિકાલ

લખતર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનઆરોગ્ય, આધાર કાર્ડ, આવક દાખલા સ્થળ પર કાઢી અપાયા

રાજ્ય સરકાર દ્વારા લોકોની સવલત માટે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે તેમાંનો એક કાર્યક્રમ એટલે સેવાસેતુ કાર્યક્રમ લખતર તાલુકાના મોઢવાણા ખાતે યોજાયો હતો, જેમાં વિવિધ પ્રકારની 2542 અરજીઓનો નિકાલ કરાયો હતો.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જુદી જુદી જાહેરાતો બહાર પાડવામાં આવે છે. ત્યારે તેવી જ જાહેરાતો પૈકીનો એક કાર્યક્રમ કે ગ્રામ્ય વિસ્તારની જનતા એક જ દિવસમાં તેઓનાં તમામ જરૂરી ગણાતા ડોક્યુમેન્ટ્સ જેવા કે PM જન આરોગ્ય યોજના કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો વિગેરે એક જ અને તેઓની નજીકનાં જગ્યાએથી કઢાવી શકે તે માટે યોજાતા સેવાસેતુ કાર્યક્રમમાં નો એક સેવાસેતુ કાર્યક્રમ આજે તા.20/11/2021ના રોજ મોઢવાણા ગામે યોજવામાં આવ્યો હતો. આ સેવાસેતુ મોઢવાણા ક્લસ્ટર ના સાત ગામો જેવા કે વણા, પેઢડા, નાના અંકેવાળીયા, સદાદ, સવલાણા, લરખડીયા તથા મોઢવાણા ગામનાં લાભાર્થીઓ માટે યોજાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં 2542 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...