લખતરના ખાળીયા વિસ્તારમાંથી પાંજરાપોળ જવાનાં રસ્તા ઉપર આવેલી એક શેરીમાં તંત્ર દ્વારા અંડર ગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી હતી. તેમ છતાં ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા વિસ્તારનાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
લખતર સ્થાનિક તંત્ર દ્વારા આડેધડ અને અધૂરા કામો કરવામાં આવી રહ્યા છે. તેનો ભોગ લખતર શહેરની જનતા બની રહી તેવો ઘાટ લખતરમાં સર્જાયો છે. તાજેતરમાં લખતર શહેરના ખાળીયા વિસ્તારમાંથી પાંજરાપોળ જવાના રસ્તા ઉપર આવેલી એક શેરીમાં અંડર ગ્રાઉન્ડ ગટરની લાઈન નાંખવામાં આવી હતી. આ લાઈન યોગ્ય નહીં નાંખવામાં આવી હોય કે પછી કામ અધૂરું હશે તે તો પંચાયત જાણે. પરંતુ આ શેરીમાં ગટરનાં ગંદા પાણી રોડ ઉપર ફરી વળ્યાં હતા.
જેના લીધે રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો. તો રાત્રીનાં સમયે પણ ગટરનાં પાણી રોડ ઉપર જેમના તેમ રહેતા લોકોને ચાલવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો આ અંગે શેરીની મહિલાઓએ ગ્રામપંચાયત જઈ રૂબરૂ રજુઆત પણ કરી હતી. આમ, પંચાયત દ્વારા યોગ્ય સફાઈના અભાવે આવા બનાવો બનતા હોવાનું સામે આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.