તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:બાબાજીપરાની ગ્રામસભામાં ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય, ખેડૂતની મંજૂરી વિના વીજ થાંભલા ઊભા કરતાં રોષ

લખતરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવા રજૂઆત

લખતરના બાબાજીપરાં ગામે મહિલા ખેડૂતના ખેતરમાં યુજીવીસીએલ દ્વારા સંમતિ વગર વીજપોલ ઊભા કરી દેવામાં આવ્યા છે. ત્યારે માથાભારે શખ્સોના કહેવાથી આમ કર્યું હોવાની સાથે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા લખતર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે મંગળવારે બાબાજીપરાં ગામે ગ્રામજનોએ ગ્રામસભામાં ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો હતો.

લખતરના બાબાજીપરાં ગામની સીમમાં સર્વે નંબર -209 વાળી જમીન રંજનબેન કાન્તીભાઈ કોળીપટેલની છે. માંડવરાયજી હોટલનાં કમ્પાઉન્ડમાં પેટ્રોલ પંપ બની રહ્યો છે. ત્યાં વર્ષોથી વીજપોલ ઊભા હતા. પરંતુ આ થાંભલા માથાભારે શખ્સોના કહેવાથી ત્યાંથી દૂર કરી વીજલાઇન રંજનબેનના ખેતરમાંથી તેમની સંમતિ લીધા વગર જ તંત્ર દ્વારા યેનકેન પ્રકારે નાંખી દેવામાં આવી છે. જેના વિરોધમાં સોમવારે લોકોએ લખતર મામલતદારને ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે મંગળવારે બાબાજીપરાં ગામે ગ્રામસભા યોજી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો હતો અને સમગ્ર ગામમાં ચૂંટણી બહિષ્કાર અંગેનાં બેનર મારવા કવાયત હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો