માંગ:લખતરના ડેરવાળા-સાકર રોડ પર બાવળોથી અકસ્માતનો ભય

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જાય પહેલાં બાવળો દૂર કરવા માંગ

લખતર તાલુકાના ડેરવાળા ગામથી સાકર જવા માટેનો રોડ પર જાણે કંઈ ધ્યાન જ ન દેવાતું હોય તેમ ડેરવાળા ગામ નજીક આ રોડની બંને બાજુએ બાવળો ઉગી નીકળ્યાં હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. આથી તંત્ર દ્વારા આ રોડ પરથી બાવળો તાત્કાલિક હટાવવામાં આવે તેવી ઉગ્ર માંગ વાહનચાલકો અને ગ્રામ્યવિસ્તારના લોકોમાં ઉઠી છે.

સરકાર દ્વારા તંત્રને રોડ-રસ્તા બનાવ્યા પછી અમુક અમુક સમયે તેનું ધ્યાન રાખવા કંઈ ખામી દેખાય તો યોગ્ય કરવા સૂચના આપવામાં આવે છે. પરંતુ તંત્રના અધિકારીઓ આ સૂચનાનો અમલ જ નહિ કરતાં હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. ડેરવાળાથી સાકર જવા માટેનાં રોડ પર ડેરવાળા ગામ નજીક તથા બંને ગામોની વચ્ચેનાં રોડની બંને બાજુએ બાવળો ઉગી નીકળ્યાં છે. આ બાવળો ઉગી નીકળ્યાં તેટલું જ નહીં અમુક જગ્યાએ બાવળો રોડ પર નમી ગયેલા હોવાથી વાહનચાલકોમાં ભય સાથે રોષની લાગણી ફેલાઇ છે.

આ અંગે સાકર ગામનાં ભૂપતભાઈએ જણાવ્યું કે આ બાવળોના કારણે વાહન લઇને આ રોડ પરથી પસાર થતા પણ કાંટા વાગવાનો ભય રહ્યા કરે છે. રોડનાં વળાંકમાં આગળનાં રસ્તાના વાહન ન દેખાતા હોવાથી અકસ્માતની પણ સંભાવના રહેલી છે. તો રાત્રીનાં સમયે સામેથી વાહન આવતાં તેની લાઇટથી આંખ અંજાઈ જતાં ટુ વ્હીલર રોડની બાજુએ ઊભુ રાખવામાં પણ બાવળો વાગવાનો ભય રહ્યા કરે છે. તેથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...