તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોક લાગવાનો ભય:લખતરનાં મફતિયા પરામાં નીચી વીજલાઇનથી અકસ્માતનો ભય

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોક લાગવાનો ભય, અન્યત્ર ખસેડવા માગ
  • અરજી આવે તો સરકારી કોઈ ગ્રાન્ટમાંથી PGVC લાઈન શિફ્ટિંગ કરી અાપશે: ના.કા.ઇજનેર

લખતરના મફતિયા પરા વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા રહેણાંક વિસ્તાર નજીકમાં જ ટ્રાન્સફોર્મર નાંખેલુ છે. અને તેમાંથી પસાર થતી વીજ લાઈનો આ વિસ્તારના ઘરો ઉપરથી પસાર થાય છે. હાલમાં ચોમાસામાં રહેણાક વિસ્તાર નજીક રહેલા ટ્રાન્સફોર્મર ઘર ઉપરથી પસાર થતી વીજ લાઈનોના કારણે રહેવાસીઓમાં વીજશોકનો ડર ફેલાયો છે. આ અંગે મીનાબેન, કનીબેન, હીરાબેન, માયાબેન વિગેરેએ જણાવ્યું કે ચોમાસામાં જો ભારે વરસાદ અને પવન આવે તો ટ્રાન્સફોર્મર અને વીજલાઇનમાં શોર્ટસર્કિટ થાય તો જાનહાનિ થવાની શક્યતાઓ છે.

આ અંગે લખતર પીજીવીસીએલ નાયબ કાર્યપાલક ઇજનેર કે.જે.પરમારે જણાવ્યુ કે મફતિયાપરામાં વર્ષો પહેલા લાઈન ઊભી કરી છે જ્યારે ત્યાં કોઈ રહેણાંક નહોતા. જે તે વિભાગે બાંધકામની મંજૂરી આપતા પહેલા પીજીવીસીએલ ની મંજુરી મેળવવી જોઈતી હતી. આ લાઈન સિફ્ટિંગ માટે ધારાસભ્યની કે સરકારી કોઈ ગ્રાન્ટમાંથી આ કામ કરવા માટે અરજી કરાય તો પીજીવીસીએલ લાઈન સીફ્ટિંગ કરી આપશે.

અન્ય સમાચારો પણ છે...